પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના જુના બેજ ગામની મુલાકાતે આવતા ખુશીની લાગણી વ્યક્ત કરતા જુના બેજ ગામના ગ્રામજનો
ધીરે ધીરે ગામનો વિકાસ થાય એવી આશા વ્યકત કરતા જુના બેજ ગામના રવિન્દ્રભાઇ
………….
માહિતી બ્યુરો તાપી તા.૧૮ તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાનું જુના બેજ ગામ ચોમાસા દરમ્યાન તાપી નદિના પાણીથી સંપુર્ણ પણે ઘેરાય જતું ગામ છે. વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ અને તાપી જિલ્લાના કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હતી. ઘરે ઘરે જઇ તેમણે નિરિક્ષણ કર્યું હતું. ગામના લોકો સાથે વાતચીત કરી હતી. આ ગામાના રહેવાસી એવા ઉધ્ધવભાઇ ગોરાભાઇ વળવીના ઘરે ચા પણ પીધી હતી આ જોઇ ગ્રામજનોને પણ ખુશી થઇ હતી. મંત્રીશ્રીએ ગામના લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી ગામના લોકોને આશ્વાસન આપ્યું હતું કે ધીરે ધીરે આ ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ખુશીની લાગણી વ્યક્ત કરતા જુના બેજ ગામના રવિન્દ્રભાઇ જણાવે છે કે આજે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ અને તાપી જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અહીં આવ્યા ગામની મુલાકાત લીધી, અમારી સાથે વાતચીત કરી.ગામની સમસ્યાઓને સાંભળી અને ગામના લોકોને આશ્વાસન આપ્યુ કે આવનારા દિવસોમાં આ ગામમાં રોડ,વીજળી,આરોગ્ય આંગણવાડી,શિક્ષણ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. અમારા ગામનો ધીરે ધીરે વિકાસ થાય એવી આશા છે. મંત્રીશ્રી અને તાપી વહિવટી તંત્ર ગામમાં આવ્યા જેથી અમે ગ્રામજનો ઘણા ખુશ છીએ અને સરકાર પર ભરોશો છે કે અમારી સમસ્યાઓનું વહેલી તકે નિરાકણ આવશે.
0000000000