તાપી જિલ્લાના યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વે “અગ્નિવીર” તરીકે જોડાવા માટે નિવાસી તાલીમ
જિલ્લા રોજગાર કચેરી, વ્યારા દ્વારા ૩૦ દિવસની વિનામૂલ્યે શારીરિક અને લેખીત પરીક્ષા માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે
…………..
નિવાસી તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ વધુ વિગતો માટે ૬૩૫૭૩૯૦૩૯૦ (રોજગાર સેતુ હેલ્પલાઈન) પર સંપર્ક કરવો
………….
માહિતી બ્યુરો તાપી તા.૧૮ તાપી જિલ્લાના યુવક ઉમેદવારો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરીદળો, પેરામિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ વગેરેમાં જોડાવવા માંગતા હોય તો તેવા ઉમેદવાર યુવકો માટે લશ્કરી ભરતી પૂર્વે ૩૦ દિવસની નિવાસી તાલીમના વર્ગ શરૂ કરવામાં આવનાર છે. અગ્નિવીર તરીકે જોડાવા માટે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખીત, ફીઝીકલ પરીક્ષા, મેડીકલ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઈનલ સીલેક્શન કરવામાં આવે છે.
આ ભરતી રેલીમાં તાપી જિલ્લાના ઉમેદવારો સફળતા મેળવી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી, વ્યારા દ્વારા ૩૦ દિવસની વિનામૂલ્યે શારીરિક અને લેખીત પરીક્ષા માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમમાં જોડાવા માટે ધો.૧૦ માં ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર, ૧૬૮ સે.મી. થી વધુ ઉંચાઈ અને ૫૦ કિ.ગ્રામ વજન, ૭૭ સે.મી થી વધુ છાતી ધરાવતા અપરણિત યુવક ઉમેદવારો ૩૦/૦૫/૨૦૨૩ સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪, ત્રીજો માળ ખાતે નિયત નમુનામાં અરજી કરવા તથા અરજી ફોર્મ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધો-૧૦/૧૨ની માર્કસીટની નકલ, શાળા છોડ્યાનો દાખલો, જાતીનો દાખલો તથા આધાર કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. વધુ વિગતો માટે ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવાનો રહેશે તેમ રોજગાર અધિકારી, વ્યારાની અખબારી યાદીમાં જણાવેલ છે.
0000000