તાપી જિલ્લાની મહિલાઓ માટે બાગાયત ખાતા દ્વારા તાલીમ કાર્યક્રમ
બાગાયત ખાતાની વૃતિકા યોજના હેઠળ તાલીમ લેવા માંગતી મહિલાઓ ૩૧ મે સુધી આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે
……………
માહિતી બ્યુરો,તાપી તા. ૧૬ વર્ષ ૨૦૨૩–૨૦૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ પૈકી મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) આપવાની યોજના હેઠળ સહાય મેળવવા માટે તા.૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ખોલવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાની મહિલાઓ બાગાયત ખાતાની તાલીમ કાર્યક્રમનો લાભ લઈ શકે છે. જણાવેલ ઘટકમાં લાભ લેવા માંગતી મહિલા લાભાર્થીની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ સુધી હોવી જોઈએ અને તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૫૦ રહેશે તથા રેશન કાર્ડ દીઠ એક મહિલાને લાભ મળવા પાત્ર છે. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન – ૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે આપનો મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતી લગતા તમામ મેસેજ આપને મોબાઇલ પર મળી રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવાનો રહશે, એમ નાયબ બાગાયત નિયામક અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000