આદિજાતિ વિભાગ હસ્તકની અમલીત વિવિધ યોજનાઓના વર્ષે 2020-21 અને 2021-2022 અને 2022-23 ના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૧૫: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને આદિજાતિ વિભાગ હસ્તકની અમલીત વિવિધ યોજનાઓના કામોની પ્રગતિ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં “ન્યુ ગુજરાત પેટર્ન યોજના” તથા ૧૦ ટકા રાજ્યકક્ષા હેઠળની યોજનાઓના આયોજન વર્ષે ૨૦૨૦-૨૧ના જુના કામો અને ૨૦૨૧-૨૨ તથા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ આદિજાતી વિકાસ વિભાગના બોર્ડર વિલેજ,આદિમ જુથ સહિત છ જેટલી પાયાની સુવિધાના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી ગર્ગે શરૂ ન થયેલા કામો કયા કારણો સર શરૂ નથી થયા તે અંગે કામવાર સમિક્ષા કરી હતી. આ સાથે કોઇ પણ ગ્રાંટ લેપ્સ ન જાય તેની ખાસ તકેદારી રાખવા સુચન કર્યું હતું. તેમણે અમલીકરણ અધિકારીઓને સાધન સામગ્રી ખરીદી માટે દરખાસ્ત મોકલતી વખતે રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે દરેક અમલીકરણ અધિકારી પોતે પ્રગતિ હેઠળના કામોનું રીવ્યું દર અઠવાડિયે લે તે માટે સલાહ સુચનો આપ્યા હતા.

બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી રામ નિવાસ બુગાલિયા દ્વારા બેઠકનું સંચાલન કરતા તમામ અમલીકરણ અધિકારીઓને પોતાના વિભાગના કામોની જાતે સમયાંતરે સમિક્ષા કરવા જણાવ્યું હતું. તેમણે પુરા થયેલા કામોની સીસી અને યુટીસી એક અઠવાડીયામાં તાકીદે મોકલી આપવા, ફેરફારની દરખાસ્તને પોતે ફોલોઅપ કરવા તથા બચત રકમનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં આદિજાતિ વિભાગ હસ્તકની અમલીત વિવિધ યોજનાઓના કામો, “ન્યુ ગુજરાત પેટર્ન યોજના”, ૧૦ ટકા રાજ્યકક્ષા હેઠળની યોજના, બોર્ડર વિલેજ છ પાયાના સુવિધાની યોજના, ન્યુક્લિયસ બજેટ, આદિમજુથ કલા કૌશલ્ય યોજના તથા સી.સી.ડી યોજના સહિત વિવિધ યોજનાના વર્ષે ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તથા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના કામોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.નાયક, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, સિંચાઇ કા.પા.ઇશ્રી ડી.આર.પટેલ, પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ, તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other