તાપી જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષાના ૨૬ કેન્દ્રો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ
…….
પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ, વગેરે લઇ જવા ઉપર પ્રતિબંધ
…….
માહિતી બ્યુરો,તાપી તા.05 તાપી જિલ્લામાં આગામી તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા ૫૩ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. જે પરીક્ષાના પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડક્ટરો પરીક્ષાનું સરળ સંચાલન કરી શકે તેમજ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે.વલવીને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પરીક્ષાના દિવસે પરીક્ષાખંડમાં વિધાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ, વગેરે લઇ જવા નહીં.પરીક્ષાના દિવસે સવારના ૦૯-૦૦થી બપોરના ૦૩-૦૦ વાગ્યા સુધી ખોદકામ કરવું નહી તથા ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી.
ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિધાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ, વગેરે લઇ જવા નહીં. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
000000000000
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ