તાપી જિલ્લામાં આગામી ૨૪મી મે તાલુકા અને ૨૫મી મે જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી મે સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા મે- ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા ૨૪મી મે, બુધવાર તથા ૨૫મી મે ગુરુવારે જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
જેમાં ૨૪મી મે ના રોજ સોનગઢ તાલુકામાં કલેક્ટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,સોનગઢ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, વ્યારા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. ડોલવણ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે , કુકરમુંડા તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, ઉચ્છલ તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, વાલોડ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, નિઝર તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
.
જયારે તાપી જિલ્લાનો માહે.મે-૨૦૨૩ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૩ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે , એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ