જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે તથા વાલોડ તાલુકાના કહેર ગામે પ્રાકૃતિક ખેતી વિષયક શિબિર યોજાઇ

Contact News Publisher

તાપી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહવાન કરતા ડી.ડી.ઓશ્રી વી.એન.શાહ
……..
માહિતી બ્યુરો,તાપી.તા.05 તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાન મળે અને પ્રાકૃતિક ખેતીની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે ઉદ્દેશથી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાજેતરમાં વાલોડ તાલુકાના કહેર ગામે તથા ઉચ્છલ તાલુકાના વડપાડાનેસુ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ ગામ નારણપુર ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જીવામૃત બનાવવાની પ્રેકટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી.આ પ્રાકૃતિક તાલીમ કાર્યક્રમમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ દ્વારા મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવામાં હતી. તથા તાપી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.બી.પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી સી.વી.ગામીત, ગ્રામસેવકશ્રી એચ.કે વાળા, આત્માના બી.ટી.એમ.કિરણ પાટીલ તથા વડપાડાનેસુ ગ્રામપંચાયતના સરપંચશ્રી આશાબેન,ટ્રેનર એંજલબેન તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

1 thought on “જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે તથા વાલોડ તાલુકાના કહેર ગામે પ્રાકૃતિક ખેતી વિષયક શિબિર યોજાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *