તાપી જિલ્લામાં ગત ૨૪ થી ૩૦મી એપ્રિલ-૨૦૨૩ દરમિયાન રસીકરણ સપ્તાહની ઉજવણી

Contact News Publisher

રસીકરણ સપ્તાહ અંતર્ગત ૨૭૮ રસીકરણ સેશન દ્વારા કુલ-૧૧૯૯ લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યુ
……..
માહિતી બ્યુરો,તાપી.તા.05 રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ અંતર્ગત તા.૨૪-૦૪-૨૦૨૩ થી તા.૩૦-૦૪-૨૦૨૩ દરમિયાન રસીકરણ સપ્તાહ યોજવાનું નક્કી કરવામાં આવેલ હતુ. જે અન્વયે તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આ સપ્તાહ દરમિયાન કુલ-૪૯ આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ-૫૦ રસીકરણ સેશન (સોમવાર/ગુરૂવાર) અને કુલ- ૨૨૮ આઉટરીચ સેશન (બુધવાર) આમ કુલ-૨૭૮ રસીકરણ સેશન યોજવામાં આવ્યા હતા. આ રસીકરણ સેશન દરમિયાન બાળકોના રસીકરણની સાથે સગર્ભા/ધાત્રી માતા અને બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. રસીકરણ સપ્તાહ અંતર્ગત તાપી જિલ્લામાં રસીકરણ શિડ્યુલ અનુસાર કુલ-૩૭૭ સગર્ભા બહેનો અને કુલ-૮૨૨ બાળકો આમ કુલ-૧૧૯૯ લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *