તાપી કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, તાપી) તા.29: આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની બેઠક યોજાઇ હતી. જેમાં માતા અને બાળ મરણ સર્વેલન્સ રીસ્પોન્સ કમિટિની બેઠક, ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન કમિટિ તથા સંચારી રોગચાળા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ કમિટિની બેઠક દરમ્યાન વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
માતા અને બાળ મરણ સર્વેલન્સ રીસ્પોન્સ કમિટિની બેઠક અન્વયે ગત ૫ વર્ષમાં થયેલ માતા મરણ અને બાળ મરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તથા વર્ષ-૨૦૨૨-૨૩ના ૦૩ માતા મરણ અને ૪ બાળમરણ કેસ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી દ્વારા માતામરણ અને બાળમરણમાં ઘટાડો થાય તે સંબંધી કામગીરીમાં સુધારાલક્ષી પગલાંઓ સુચવ્યા હતા અને માર્ગદર્શન આપ્યુ હતુ.
ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન કમિટિ અંતર્ગત માહેઃ ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં મિઝલ્સ અને રૂબેલા એલીમીનેશન ગાઈડલાઈન અંગે WHO પ્રતિનિધિશ્રી દ્વારા માહિતીગાર કરાવવામાં આવ્યા હતા. તથા મિઝલ્સ અને રૂબેલા રસીકરણ કવરેજ વધારવા, ગુણવત્તાયુક્ત સર્વેલન્સ કામગીરી અને સેમ્પલ કલેક્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત ફિવર અને એ.એફ.પી. કેસ, મિઝલ્સ પોઝીટીવ કેસ, આગામી તા.૨૮-૦૫-૨૦૨૩થી યોજાનાર સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન (SNID) અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન કરવા અને રૂટીન ઈમ્યુનાઈઝેશન પ્લાનીંગ તૈયાર કરવા અંગે સુચન કર્યુ. આ ઉપરાંત આરોગ્ય વિષયક સુવિધાઓ અપડેટ કરવા કોઇ પણ સાધન સામગ્રીની જરૂરીયાત હોય તો આયોજનમાં પ્લાન કરી સત્વરે માંગણી પુરી પાડવામાં આવશે અમે ડી.ડી.ઓશ્રીએ ખાત્રી આપી હતી.
બેઠકમાં સંચારી રોગચાળા સમિતિ અંતર્ગત કોવિડ પ્રિપેર્ડનેસ પ્લાન, કોવિડ વેક્સિનેશન, એક્યુટ ડાયરીઅલ ડિસિઝ, એક્યુટ રેસ્પીરેટરી ઈલનેસ, ટાઈફોઈડ, લેપ્ટોસ્પાયરોસીસ જોખમી ગામો, વર્ષ વાઈઝ લેપ્ટોસ્પાઈરોસીસ કેસ, એન્ટીરોડન્ટ એક્ટિવીટી, સીરો સર્વેલન્સ રીપોર્ટ, નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ, વોટર ક્લોરીનેશન, સિકલસેલ એનીમીયાં કંટ્રોલ પ્રોગ્રામ, તમાકુ નિયંત્રણ અધિનિયમ, ૨૦૦૩ અન્વયે કરેલ કેસો અને વસુલાત, હીટવેવ, મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુન્યા, ફાયલેરીયા એલીમીનેશન પ્રોગ્રામ અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦