વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો, તાપી) તા.29: તાજેતરમાં વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા દ્વારા પ્ધાન મંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લાના આરસેટી બ્રાન્ચના ડાયરેક્ટરશ્રી ઓમેશ ગર્ગ દ્વારા ઇન્દુગામ ખાતે કાર્યરત આરસેટી ખાતે વિવિધ તાલીમોની જાણકારી આપવામાં આવી હતી. ગ્રામસેવકશ્રી શ્વેતાબેન દ્વારા તથા આત્માના કો-ઓર્ડીનેટર તથા સુરેશભાઇ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કેમ્પ માં લીડ બેંક મેનેજર, પ્રિતેશ પાઠક ,FLCC ના અનિલભાઈ તથા સરપંચશ્રી સંગીતાબેન ગામીત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક PMJJBY, PMJSBY યોજનામાં વીમા કરાવવા ભાગ લીધો હતો.
૦૦૦૦૦૦