તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એ.ટી.વી.ટી કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ કામો અને ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની બેઠક યોજાઇ

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા.28: રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એ.ટી.વી.ટી કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ કામો અને ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ હેઠળના કામો અંતર્ગત શરૂ ન થયેલા, પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ની વિવિધ યોજનાઓની પ્રગતિની તારીજ અને અમલીકરણ અધિકારીવાર કામોની તારીજ તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની વિગતે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પણ કામોનો હેતું ફેર ન થાય તેની તકેદારી રાખવી. તથા સ્થાનિક પદાધિકારીઓને પ્રગતિ હેઠળના વિવિધ કામોની યાદી આપવામાં આવી જેથી કામો કયા સ્ટેજ ઉપર છે તેની ચકાસણી કરી શકાય. જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ એકમેકના સંકલનમા રહી જિલ્લાના વિકાસમાં સહભાગી બને એમ અનુરોધ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાના પ્રશ્નો સ્થાનિક બેઠકમાં સંકલનથી પુરા કરવા તાકીદ કરી હતી. અંતે તેમણે ગત બેઠકમાં જણાવેલા વિવિધ કામો અને સંબંધિત વિભાગોએ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરી નવા સુચનો કર્યા હતા.
સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન વિવિધ યોજનાઓની કામગીરીની માહિતી વિગતવાર પહોચાડવા સંબંધિત વિભાગને જ્ણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત અને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી દ્વારા વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તથા જે-તે પ્રશ્નો અંગે સત્વરે નિકાલ કરવા સુચનો આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ દ્વારા અમલીકરણ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો આપતા જણાવ્યું હતું કે, મંત્રીશ્રી સહિત પદાધિકારીઓના પ્રશ્નોને ગંભીરતાથી લઇ તેના ઉપર તાત્કાલીક એક્શન લેવામાં આવે તથા તાલુકા કક્ષાએ યોજાતી વિવિધ બેઠકોમાં સંબંધિત અધિકારીઓને પોતે હાજર રહેવા તાકીદ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *