તાપી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમના ૧૬ વર્ષ

Contact News Publisher

એનાલિટીકલ એનાલીસિસ-ખાસલેખ

તાપી જિલ્લામાં સુશાસનનો પર્યાય બન્યો છે-“સ્વાગત કાર્યક્રમ”
…………..
વર્ષ-૨૦૦૭ થી આજદિન સુધી જિલ્લા સ્વાગતમાં ૯૬.૬૨ ટકા, તાલુકા સ્વાગતમાં ૯૮.૮૨ અને ગ્રામ સ્વાગતમાં ૯૯.૪૧ ટકા અરજીનો સુપેરે નિકાલ સાથે તાપી જિલ્લામાં કુલ-૯૮.૮૧ ટકા અરજીઓનો સુપેરે નિકાલ
…………..
તાપી જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” છેલ્લા ૧૬ વર્ષથી બન્યો છે અસરકારક અને પરિણામલક્ષી
…………..
વર્ષ ૨૦૦૭થી આજદિન સુધી તાપી જિલ્લામાં જાગૃત નાગરિકો દ્વારા કુલ-૧૬,૨૭૧ અરજીઓ પ્રાપ્ત થઇ હતી જેમાંથી ૧૬,૦૭૯ અરજીઓનો થયો છે હકારાત્મક નિકાલ, જયારે ૧૮૨ અરજીઓ નકારાત્મક નિકાલ કરાયો
…………..
તાપી જિલ્લામાંથી વર્ષ ૨૦૦૭થી આજદિન સુધી રાજ્યસ્વાગત અંતર્ગત ૦૧ અરજી, જિલ્લા સ્વાગત અંતર્ગત ૧,૧૫૪ અરજીઓ, તાલુકા સ્વાગત અંતર્ગત ૧૦,૬૯૨ અરજીઓ, અને ગ્રામ સ્વાગત અંતર્ગત ૪,૪૨૪ અરજીઓ નોંધાઇ છે
…………..

આલેખન-વૈશાલી પરમાર
માહિતી બ્યુરો તાપી, તા.૨૭: તાપી જિલ્લો છેવાડાના જિલ્લો છે પરંતું અહિં જાગૃત નાગરિકો વસવાટ કરે છે. તાપી જિલ્લો વર્ષ ૨૦૦૭થી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઇ આજ સુધી સ્વાગત કાર્યક્રમ હેઠળ ૧૬ વર્ષમાં જાગૃત નાગરિકો દ્વારા મળેલા પ્રશ્નોની સંખ્યા અને જિલ્લા તંત્ર દ્વારા સુદ્રઢ કામગીરીના ભાગરૂપે નિકાલ કરેલ અરજીઓની સંખ્યા જોતા લાગે છે કે તાપી જિલ્લો વિકાસની ગાથામાં ક્યાંય બાકાત નથી. બલકે તમામ બાબતોમાં અગ્રેસર છે. એમ કહેવું વધુ યોગ્ય છે.

લોકોની ફરિયાદોના ઝડપી નિકાલ કરવાના ઉમદા હેતુથી ગુજરાતના પનોતા પુત્ર તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં ૨૪ એપ્રિલના રોજ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. નાગરિકોના જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાના સ્થાનિક પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે “સ્વાગત” કાર્યક્રમ ચાર તબકકે કામ કરી પરિણામલક્ષી કામગીરીનો આગ્રહ રાખી છે.

તાપી જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૦૭ માં, અગાઉના સુરત જિલ્લામાંથી અલગ થયેલા કેટલાક તાલુકાઓના સંકલન થકી તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજ દિન સુધી તાપી જિલ્લો વિકાસના પંથે સતત આગળ ધપી રહ્યો છે.

તાપી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમના ૧૬ વર્ષ:

તાપી જિલ્લામાં વર્ષ ૨૦૦૭ અને વર્ષ- ૨૦૦૮માં ૦૦ અરજીઓ જયારે વર્ષ- ૨૦૦૯માં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કુલ-૧૭૫ અરજીઓ, વર્ષ-૨૦૧૦માં કુલ-૯૫૨ અરજીઓ, વર્ષ-૨૦૧૧માં કુલ-૩૯૪૨ અરજીઓ, વર્ષ-૨૦૧૨માં કુલ-૩૯૮૨ અરજીઓ, વર્ષ-૨૦૧૩માં કુલ-૧૮૬૭ અરજીઓ, વર્ષ-૨૦૧૪માં કુલ-૭૫૯ અરજીઓ, વર્ષ-૨૦૧૫માં કુલ-૫૪૯ અરજીઓ, વર્ષ-૨૦૧૬માં કુલ-૫૯૫ અરજીઓ, વર્ષ-૨૦૧૭માં કુલ-૭૬૨ અરજીઓ, વર્ષ-૨૦૧૮માં કુલ-૬૨૫ અરજીઓ, વર્ષ-૨૦૧૯માં કુલ-૪૨૦ અરજીઓ, વર્ષ-૨૦૨૦માં કુલ-૯૨ અરજીઓ, વર્ષ-૨૦૨૧માં કુલ-૩૫ અરજીઓ, વર્ષ-૨૦૨૨માં કુલ-૬૭૨ અરજીઓ અને હાલ વર્ષ ૨૦૨૩માં આજ દિન સુધી જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની મળીને કુલ-૧૨૭૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે.

અત્રે નોંધનિય છે…..

વર્ષ-૨૦૦૭ થી આજદિન સુધી જિલ્લા સ્વાગતમાં ૯૬.૬૨ ટકા, તાલુકા સ્વાગતમાં ૯૮.૮૨ અને ગ્રામ સ્વાગતમાં ૯૯.૪૧ ટકા અરજીનો સુપેરે નિકાલ

તાપી જિલ્લામાં “રાજ્ય સ્વાગત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ 200૭થી અત્યાર સુધીમાં ફક્ત ૦૧ અરજી નોંધાઇ છે.

તાપી જિલ્લામાં “જિલ્લા સ્વાગત” કાર્યક્રમ હેઠળ વર્ષ 200૭થી અત્યાર સુધીમાં કુલ-૧૧૫૪ અરજીમાંથી ૧૧૧૫ અરજીઓ એટલે કે ૯૬.૬૨ ટકા પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવ્યો છે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ષ 200૭થી અત્યાર સુધીમાં ૧૦,૬૯૨ અરજીમાંથી ૧૦,૫૬૬ અરજીઓ એટલે કે ૯૮.૮૨ ટકા રજુઆતોનો સકારાત્મક ઉકેલ મળ્યો છે.

ગ્રામ સ્વાગત કાર્યક્રમની વાત કરીએ તો વર્ષ 20૦૭થી અત્યાર સુધીમાં ૪,૪૨૪ અરજીમાંથી ૪,૩૯૮ અરજી એટલે કે ૯૯.૪૧ ટકા અરજીનો સુપેરે નિકાલ કરવામાં આવ્યો છે.

આમ, તાપી જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત કાર્યક્રમની કુલ કુલ-૧૬,૨૭૧ અરજીમાંથી ૧૬,૦૭૯ અરજી એટલે કે ૯૮.૮૧ ટકા અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૮૨ જેટલી અરજીઓનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળતાથી અને સકારાત્મક રીતે ઉકેલ લાવી સુશાસનની પરિભાષા પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. આ મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં સમગ્ર રાજ્યમાં “સ્વાગત કાર્યક્રમ” સુશાસનનો પર્યાય બન્યો છે અને આ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર જનસામાન્યના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ લાવવા માટે સ્વાગત સપ્તાહની રાજ્યભરમાં ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં તાપી જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના સફળ નેતૃત્વ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે.
૦૦૦૦00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other