નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરોનો રાફડો !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ગ્રામપંચાયતની બાજુમાં ગેરકાયદેસર રીતે શોપીંગ સેન્ટર બાંધકામ થયુ હોવાની રાવ ઉઠી રહી છે.

વેલ્દા ગામના ગ્રામજનો દ્રારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરી જણાવેલ છે કે, પંચાયતની બાજુમાં એકલવ્ય ફર્નિચર અને આઈસ્ક્રીમ પાર્લર (શોપિંગ સેન્ટર) ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. જે તે સમયે ગ્રામપંચાયતની મંજૂરી કે ઠરાવ લેવામાં આવેલ નથી. હાલના સરપંચ દ્રારા સત્તાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર શોપિંગ સેન્ટર પાકું બનાવી લેવામાં આવેલ છે. આ શોપીંગ સેન્ટર સરપંચના પતિનું છે એમ ગ્રામજનો જણાવે છે. વેલદા ગ્રામપંચાયતના તલાટી દ્વારા એક જાગૃત નાગરિકને શોપીંગ સેન્ટર બાબતે અહેવાલ આપવામાં આવેલ હતો કે,  દૂધ ડેરી થી ગ્રામ પંચાયત સુધી કોઈ પણ શોપિંગ સેન્ટરને ગ્રામ પંચાયત દ્વારા પરવાનગી કે ઠરાવ આપવામાં આવેલ નથી. બધી શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે ! શોપિંગ સેન્ટરનું ભાડું પણ લેવામાં આવે છે. અડધી શોટિંગ સેન્ટરને વેચાણ પણ કરી દીધું છે. સવાલ ઉઠી રહ્યો છે કે સત્તાનો દુરુપયોગ કરી શોપિંગ સેન્ટરો વેચાણ કરેલ છે. આ શોપીંગ સેન્ટરને તોડી પાડવામા આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.

ગ્રામ પંચાયતની બાજુમાં જે શોપીંગ સેન્ટર બાંધકામ કરવામાં આવેલ છે તે શોપીંગ સેન્ટર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે શોપીંગને પણ તપાસ કરી તોડી પાડવામા આવે અને બજાર ફળિયામાં શોપીંગ સેન્ટર બનાવી દેવામાં આવેલ છે. જેટલા પણ શોપીંગ સેન્ટર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. તેવી શોપીંગોને તોડી પાડવામા આવે એવી માંગો સાથે ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવામાં આવેલ છે.

ગ્રામજનો જણાવે છે કે, વેલ્દા ગ્રામપંચાયત પાસે રાજીવ ગાંધી ભવનની બાજુમાં જે શોપીંગ સેન્ટર બનાવવામાં આવેલ છે તે પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે અને જાહેર હરાજીથી ફાળવણી કરવામાં આવેલ છે. તે સિવાય અન્ય કોઈ પણ શોપીંગ સેન્ટર બાંધકામ કરવા અંગે ગ્રામપંચાયત મારફત પરવાનગી આપવામાં આવેલ નથી ! વેલ્દા ગ્રામ પંચાયત પર સવાલ ઉઠી રહયો છે કે ગ્રામપંચાયતની આજુ બાજુમાં જે શોપીંગ સેન્ટરનુ બાંધકામ કરવામાં આવેલ છે તે કોની પરવાનગી લઈ બાંધકામ કર્યું ? વેલ્દા ગ્રામ પંચાયતે શોપીંગનુ બાંધકામ કરવા માટે મંજૂરી આપી નથી તો કેવી રીતે વેલ્દા ગામમાં ગામતળમાં શોપીંગોનુ બાંધકામ થયું છે ?

મળતી માહિતી મુજબ વેલ્દા ગ્રામપંચાયતથી દૂધ ડેરી સુધીના શોપીંગ સેન્ટરોની દુકાનોનું વેચાણ પણ કરવામાં આવેલ છે. તે રકમ ગઈ ક્યાં ? તે તપાસનો વિષય બની ગયો છે. વેલ્દા ગ્રામ પંચાયતના ઠરાવ કે રેકોર્ડમાં એક જ શોપીંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવેલ છે. તે રાજીવ ગાંધી ભવનની બાજુમાં છે. તે સિવાય કોઈ પણ શોપીંગ સેન્ટરને ગ્રામપંચાયતે મંજૂરી આપી નથી. કેટલા વર્ષોથી વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો છે ?  વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો એટલા બધા બનાવી દેવામાં આવેલ છે. છતાં પણ સરપંચ અને તલાટીને કેમ ખબર પડી નથી? એવું લાગે છે કે સરપંચ અને તલાટીને ખબર હશે? પણ મલાઈ લઈ ચૂપચાપ બેસી ગયા હશે… ?

વેલદા ગામમાં ભ્રષ્ટ્રાચાર પર ભ્રષ્ટ્રાચાર થાય છે છતાં પણ તંત્ર ચૂપકીદી સાધીને કેમ બેસી રહી છે ? તપાસ કરવામાં આવે તો સરપંચના પતિનુ પણ શોપીંગ સેન્ટર નીકળશે ? એવું લાગી રહયું છે કે વેલ્દા ગામમાં હિટલરશાહી ચાલે છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે ! શુ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તપાસનો આદેશ આપશે ?વેલ્દા ગ્રામપંચાયતથી દૂધ ડેરી સુધીના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ શોપીંગ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવશે ? ગ્રામજનોને ન્યાય મળશે ! આવનાર સમયમાં ખબર પડશે !

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other