મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હબ તાપી”નો પદ્મશ્રી રમિલાબેન ગામીતના હસ્તે શુભારંભ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧ ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી” કેન્દ્રનું ઉદઘાટન પદ્મશ્રી રમિલાબેન ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનિષાબેન મુલતાની, પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ તન્વી પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના મહિલા અધિકારી, નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર, પોલીસ વિભાગની સી-ટીમ તથા જિલ્લા મહિલા અને બાળ કચેરીની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા આ પ્રસંગે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી દિકરીઓને રૂ.૫,૫૦,૦૦૦/-ના મંજુરી હુકમ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
00000000