સોનગઢ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત ડી. ડી. કાપડીયા (IAS)ની મુલાકાત

Contact News Publisher

તાપી જિલ્લાના પૂર્વ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત તરીકેનો ચાર્જ સંભાડ્યા બાદ સોનગઢ નગરપાલિકાની મુલાકાતે
………….
ચાર્જ સંભાળ્યા બાદ નગરપાલિકા તંત્રને વેગવંતુ બનાવવાના પ્રયાસ: તાપી જિલ્લામાં કામગીરીનો અનુભવ હોવાથી અહિંના પ્રશ્નોથી વાકેફ
………….
માહિતી બ્યુરો તાપી, તા.21: તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત અને તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડીયાએ નગરપાલિકાના કર્મચારીઓ સાથે નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં નગરપાલિકાના વહીવટી કામોની ચર્ચા કરવામાં આવી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત શ્રી કાપડીયા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ ના અનુદાનમાંથી બની રહેલ કોમ્યુનિટી હોલ ૪૭૮.૩૭ લાખની ચાલુ કામગીરીની સમીક્ષા કરી જરૂરી વહીવટી સૂચના આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૯-૨૦ માં સૂરજ કોમ્પ્લેક્ષની પાછળ ખાડી કોરિડોર ૨૯૦.૯૨ લાખના કામોની મુલાકાત કરવામાં આવી જેમાં આ કામમાં જાળવણી તથા નિભાવણી કરવા માટેના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧માં ઉકાઈ રોડ બ્યુટીફિકેશનની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં નગરપલિકા દ્વારા કચરાનું પ્રોસેસિંગ તથા MRF CENTER ની વિઝિટ કરી તથા GWSSB દ્વારા ચાલતા STP(Sewerage Treatment Plant) ના કામની વીઝીટ કરવામાં આવી. જેમાં GWSSBના અધિકારીઓ સાથે આ કામની ઊંડાણપૂર્વક ચકાસણી કરી STP તાત્કાલિક કાર્યરત થાય તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

વધુમાં સોનગઢ નગરપાલિકાના ગૌરવ પથ પર આવેલ હોંકર્સઝોનની મુલાકાત કરવામાં આવી તેમજ મેઇન રોડ બ્રિજના કામની સ્થળ વીઝીટ કરવામાં આવી અને ભવિષ્યમાં મળનાર ગ્રાન્ટમાંથી નગરપાલિકાને વધુ સારી રીતે વિકસિત કરવા માટે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે કાર્યપાલક ઇજનેરશ્રી કે. એસ.બાગુલ, વહીવટદારશ્રી સુધીર ડી.બારડ (મામલતદારશ્રી સોનગઢ), નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશ જે. ગોહેલ, તેમજ ગામના આગેવાન માજી પ્રમુખ ટપુભાઈ ભરવાડ, અમિતભાઈ અગ્રવાલ સાથે નગરપાલીકાના વિવિધ વિકાસના કામોની મુલાકાત કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other