તાપી જીલ્લામાં ગુજરાત સ્ટેમ ક્વીઝમાં તાલુકા સેન્ટર પર જઈને ઉત્સાહભેર ૪૨૦૦ બાળકોએ અને બાકીનાએ પોતાના ઘરેથી સ્પર્ધામાં ONLINE મોબાઈલ દ્વારા ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેદ્ર વ્યારા, જિ. તાપીમાં ગુજરાત સ્ટેમ ક્વીઝ ૨૦૨૩માં તાપી જીલ્લામાંથી ૭૯૪૪ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તાપી જીલ્લામાં ૭ તાલુકામાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ તાલુકામાં સેન્ટરોની મોટી શાળાઓમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં દરેક તાલુકાના એકંદરે ૬૦૦ જેટલા બાળકોએ એમ કુલ ૪૨૦૦ બાળકો સેન્ટર પર જઈને ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બીજા બાળકોએ પોતાના ઘરેથી જ સ્ટેમ ક્વીઝની પરીક્ષા આપી હતી. દરેક તાલુકાના બે કો ઓર્ડીનેટર એમ કુલ ૧૪ શિક્ષકની નિમણુક કરી હતી આમ દરેક તાલુકામાંથી પ્રથમ ૧૦ બાળકોને ગુજરાત સરકાર દ્રારા તાપી જીલ્લામાં કુલ ૭૦ ઇનામો આપવામાં આવશે. આં ૭૦ પૈકી ૩૫ બાળકોને રાજ્ય કક્ષાએ આવનારી ૨૬ અપ્રિલે ક્વીઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે લઇ જવામાં આવશે. આં ક્વીઝની જહેમત છેલ્લા ૩ મહિનાથી રજીસ્ટ્રેશન થી માંડી ને લાઈવ ONLINE સ્ટેમ ક્વીઝ સ્પર્ધા સુધી ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને કાર્યક્રમ સફળ બનાવવા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપીના આસીસ્ટન્ટ પ્રકાશભાઈ અને રણજીતભાઈએ પણ જીલ્લાના પ્રવાસ ખેડી સ્ટેમ ક્વીઝ સ્પર્ધા યાદગાર બનાવી.