સોનગઢ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધી સે સમૃધી યોજના અંગે લાભાર્થીઓને વિસ્તૃત માહિતી અપાઈ
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : સોનગઢ ખાતે “ પી.એમ. સ્વનિધી સે સમૃધ્ધી” યોજના અંતર્ગત પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને કેંદ્ર સરકારની અન્ય યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન યોજના, એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, ઈમારત અને ચણતર બાંધકામ યોજના અંતર્ગત નોંધણી અંગેના લાભો આપવા અંગે સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં પ્રમુખ અતિથિ તરીકે તાપી જિલ્લાના લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર (એલ.ડી.એમ) રશિકભાઈ રાઠવા, નગર પાલિકાના ઈજનેર પ્રદીપભાઈ પટેલ, બેંક ઓફ બરોડાના મેનેજર ભરતભાઈ મકવાણા, બેંક ઓફ ઈંડીયાના મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઈંડીયાના મેનેજર, યુનિયન બેંકના મેનેજર તથા શ્રમ અને રોજગાર વિભાગમાંથી પ્રતિનિધી સહિત મોટી સંખ્યામાં લભાર્થીઓએ ભાગ લીધેલ હતો. સોનગઢ નગરપાલિકાના ક્લાર્ક નરેશભાઈ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દીક તેમજ પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યા બાદ તાપી જિલ્લાના લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર (એલ.ડી.એમ) રશિકભાઈ રાઠવા દ્વારા “ પી.એમ.સ્વનિધી સે સમૃધ્ધી ” અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિષે ઉપસ્થિત તમામ લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેંક ઓફ બરોડાનાં મેનેજર ભરતભાઈ મકવાણા દ્વારા બેંક લોન નિયમિત ભરવા તેમજ ઓનલાઈન ફોડથી કેવી રીતે બચી શકાય તે અંગેની પણ સમજ આપવામાં આવેલ હતી. ત્યારબાદ સ્ટેટ બેંક ઇંડીયાના મેનેજર દ્વારા લોનના હપ્તા નિયમિત રીતે ભરવા બાબતે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા. સોનગઢ નગરપાલિકાની NULM શાખા દ્વારા અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં – ૩૨૯, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનામાં – ૪૫૬, પ્રધાનમંત્રી જન ધન યોજનામાં – ૫૬, પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન યોજનામાં – ૧૨૧, એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ – ૧૩, જનની સુરક્ષા યોજના ૦૧, ઈમારત અને ચણતર બાંધકામ યોજના – ૦૩ જેટલાં લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. અંતે સોનગઢ નગરપાલિકામાં ચાલતી પી.એમ.સ્વનિધી સે સમૃધ્ધી યોજનાના નોડલ અધિકારી કમલેશભાઈ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરી હતી.