મધરાતે ઘરમાંથી બહાર કાઢી મુકતા પીડિત મહિલાએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇન મદદ

Contact News Publisher

મધરાતે પીડિત મહિલાની મદદે પહોંચી તાપી ૧૮૧ અભયમ ટીમ

…………..
માહિતી બ્યુરો તાપી તા.12 તાજેતરમાં સોનગઢ તાલુકાના અંતરિયાળ એરિયાળ ગામ માંથી એક બહેન દ્વારા રાત્રિ દરમિયાન ૧ વાગ્યે મઘરાત્રીના સમયે 181 પર ફોન આવતા જણાવેલ હતું કે તેમના પતિએ તેમની સાથે ઝઘડો કરીને દીકરી અને તેમને મધરાતે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે મદદની જરૂર છે. તાપી વ્યારા 181 ટીમ સાથે સ્થળ પર પહોંચી મહિલાને મળી તમામ હકીકત જાણીતો જાણવા મળ્યું હતું કે તેમના પતિને ઘણા વર્ષથી બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે રહે છે પીડિતા ને અને તેમના બાળકોને કોઈ ખર્ચ પૂરો પડતા ન હોવાથી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલે છે જેના કારણે નાની નાની બાબતે તેમની સાથે ઝઘડા કરી માનસિક ત્રાશ આપે છે, હેરાન ગતિ કરે છે. હાલ સુગરમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે, જેથી હાલ સુગરનું કામ બંધ થઈ જતા મજૂરોને ઉતારવા માટે આવેલા અને તેમના ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લીધો હોવાનો કહેતા તેમની સાથે ઝઘડો કર્યો અને તેમને મધરાતે દીકરી સાથે ઘરમાંથી બહાર કાઢી ઘરનું તાળું મારી અને તેમને પોતાના પિયર ચાલ્યા જવાનું કહ્યું હતું. અને ઘરેથી તેમના બીજા ઘરે ચાલ્યા ગયા હતા.
ટીમ તાપી 181 દ્વારા તમામ હકીકત જાણ્યા બાદ શામાં પક્ષને સમજાવ્યું હતું કે મહિલા અને તેમની દીકરી તેમના ઘરે રહેશે અને ઘરની ચાવી અપાવી હતી તેમજ કાયદાકીય સમજ આપી હતી. પરંતુ મહિલાના પતિ નશા ની હાલતમાં હોવાથી કોઈપણ વાત સમજી શકે તેમ ન હતા. જેથી પોલીસ ફરિયાદ આપવા માંગતા હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા થશે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other