તાપી જીલ્લા SHE ટીમ દ્વારા સિનીયર સીટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપેલ સુચના અનુસાર અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા SHE ટીમની કામગીરી વધુ અસરકારક બનાવવા તથા પોલીસ દ્વારા મહિલા, બાળકો અને સિનીયર સીટીઝન પ્રત્યે સંવેદનશીલ થાય તથા હાલ વધતા જતા સાયબર ક્રાઇમનો ભોગ બનાતા અટકે તે માટે જાગૃત કરવા અભિયાન હાથ ધરાયું. ખાસ કરીને મહિલા, બાળકો અને સિનીયર સીટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરવા તથા સાયબર સબંધિત જાણકારીઓથી વાકેફ કરવા આગામી તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનમાં SHE ટીમના સભ્યો સિનીયર સીટીઝનની મુલાકત લેશે અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતગાર થશે. તેમજ તેમની મુશ્કેલીઓના નિવારણ માટે પુરતા પ્રયત્નો કરવામાં આવશે. ખાસ કરીને સાયબર ક્રાઇમને લગતી કોઇપણ મુઝવણ માટે તથા ફરીયાદ માટે ગુજરાત રાજ્યના સાયબર સેલનો ટેલીફોન નંબર- ૧૯૩૦ વિશે માહિતી આપવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમને અટકાવવા Do અને Don’t ની માહિતી આપવામાં આવશે તથા આગામી દિવસોમાં આ અંગે સિનીયર સીટીઝન માટે સેમીનારનું આયોજન પણ કરવામાં આવનાર છે. આ ડ્રાઇવ દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમની મુલાકાત પોલીસ દ્વારા લેવામાં આવશે અને વૃધ્ધશ્રમમાં રહેતા સિનીયર સીટીઝનને કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તો તેને સુમેળ ભરી રીતે ઉકેલવા પ્રયત્નો કરવામાં આવશે. તાપી જીલ્લા પોલીસ મહિલા, બાળકો અને સિનીયર સીટીઝનની મુશ્કેલીઓને નિવારવા માટે હંમેશા કટીબધ્ધ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *