કેએપીપી (એનપીસી) એસ.સી./એસ.ટી. એંમ્પલોઈસ વેલફેર એસોસિએશન, અણુમાળાનો સરાહનીય પ્રયાસ
કાકરાપાર અણુમથક ના આસપાસના યુવાઓના લાભાર્થે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેએપીપી (એનપીસી) એસ.સી./એસ.ટી.એંમ્પલોઈસ વેલફેર એસોસિએશન, અણુમાળા દ્વારા તારીખ 05/03/2023 થી શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય, ઉંચામાળા, તા.વ્યારા જિ.તાપી ખાતે રાજ્ય સરકારની વિવિધ જગ્યાઓ માટે થનાર ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે આસપાસના ગામોના યુવાઓ માટે નિઃશુલ્ક ક્રેશ કોર્ષ/તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમા 62 જેટલા યુવાઓ તાલીમ લઈ રહયા છે. તાલીમ લઈ રહેલ યુવાઓમાંથી આશરે 65% જેટલી યુવતીઓ છે હાલ માં લેવાનારી જુ.કારકુન, તલાટી તથા શિક્ષકો ની ભરતી માટે લેવાતી TAT-1/TAT-2 ખાસ તૈયારી માટે અને તેઓ સરકારના વર્ગ-1,2 અધિકારી તરીકે સેવા બજાવી શકે તેવી તૈયારી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જે અન્ય યુવાઓ માટે એક પ્રેરણાદાયી સકારાત્મક સંદેશ છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં આદિવાસી ઉમેદવારો કોચિંગ ક્લાસની મોંઘી ફી ભરી શકતા નથી અને એવા કેટલાક ગરીબ અને વંચિત ઉમેદવારો અન્ય ઉમેદવારો સાથેની સ્પર્ધામાં ટકી શકતા નથી. આસપાસના ગામોમાં વસતા એવા આશાસ્પદ યુવાઓના ઉજ્વળ ભવિષ્યના નિર્માણ માટે આવા નાના પ્રયાસો ખૂબ મહત્વ ધરાવે છે. કાકરાપાર અણુમથક નું મેનેજમેંટ પણ હમેશાં આજુબાજુના આવા પ્રતિભાશાળી યુવાઑ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ તાલીમ કાર્યક્રમના આયોજનના પ્રેરક અને માર્ગદર્શક એવા સર્વશ્રી જી.એન.જાદવ, પ્રમુખશ્રી, પરિમલ યૂ. ચૌધરી, ઉપપ્રમુખશ્રી, જે.આર.પરમાર, મહામંત્રીશ્રી, સભ્યશ્રી શૈલેષ આર ચૌધરી, બકુલભાઈ ચૌધરી, આચાર્યશ્રી, શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય, ઉંચામાળા, સંજય ચૌધરી, આચાર્યશ્રી, પ્રાથમિક શાળા ઉંચામાળા તથા સરપંચશ્રી શૈલેષભાઈ ચૌધરી, ઉંચામાળા વગેરેનો સહુ તાલીમાર્થીઓએ હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન ૐ કોચિંગ ક્લાસ, વ્યારાના નિષ્ણાત ફેકલ્ટીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.