તાપી જિલ્લામાં જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૩૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૧૬૪૯ ઉમેદવારો માટે ૩૮૯ બ્લોકની વ્યવસ્થા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૭: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર આયોજિત જાહેરાત ક્ર્માંક: ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ બપોરે ૧૨:૩૦ થી ૧૩:૩૦ દરિમ્યાન યોજાનાર છે. સદર પરીક્ષા તાપી જિલ્લામાં કુલ ૩૬ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે જેમાં કુલ-૧૧૬૪૯ ઉમેદવાર આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે.પરીક્ષા માટે કુલ ૩૮૯ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પરીક્ષા શાંતિપુર્ણ રીતે લેવાય અને કોઇ પ્રકારની ગેરરીતી ન થાય તે હેતુથી વર્ગ-૧ અને ૨ કક્ષાના અધિકારીની કુલ -૧૩ ફ્લાંઇંગ સ્ક્વોડ ટીમ બનાવેલ છે તેમજ ૩૬ બોર્ડ પ્રતિનિધી કેન્દ્ર સંચાલન કરનાર છે.

The Gujarat Public Examination (Prevention of Unfair Means) Bill, 2023 કાયદા હેઠળ જો કોઇ પ્રકારાના અસામાજિક તત્વ/ઇસમ/સંસ્થા દ્વારા ગેરકાયદેસરની પ્રવૃતિ કરવામાં આવશે કે તેવી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા હોવાનું જણાશે તો કાયદાની જોગવાઇ મુજબ સાત વર્ષથી ઓછી નહી તેટલી અને વધુમાં વધુ દસ વર્ષ સુધીની કેદ અને એક કરોડ રુપિયાથી ઓછી નહિ તેટલી દંડની શિક્ષાને પાત્ર થશે. પરીક્ષા શાંતિ પુર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તે માટેની તમામ પ્રકારની તૈયારી કરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *