કલસર પ્રાથમિક શાળાનાં બાળકો પ્રાથમિક શિષ્યવૃતિ તથા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ઝળક્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત પારડી તાલુકાની કલસર પ્રાથમિક શાળાનાં ધોરણ-6 માં અભ્યાસ કરતાં કુલ છ વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા આપી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જ્યારે ધોરણ-8 માં અભ્યાસ કરતાં કુલ પાંચ વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામ આપી હતી. જેમાં પૈકી પાંચેય વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.
શાળાનાં ઉપશિક્ષકો હેમંતભાઈ ઈશ્વરભાઈ ટંડેલ તથા સપનાકુમારી બચુભાઈ પટેલની આ બાળકો પાછળની મહેનત રંગ લાવી હતી. બાળકોને સદર પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળાનાં આચાર્યા શ્રીમતી હિરલબેન હરેન્દ્રસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *