વ્યારા : ફરી સળિયા ચોરી થવાની ઘટના : શું ખાખીનો ખૌફ ઓસર્યો ?
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ દુકાનની સામે વેચાણ કરવા મૂકેલા સળિયાના ભારાની ચોરી થવા પામી છે.
વ્યારા પોલીસ સ્ટેશને દાખલ થયેલ ફરિયાદ મુજબ ગત્ તા. 10/3/23ના રોજ સાંજે છ વાગ્યાથી તા. 11/3/23ના સવારે 8:30ના સમયગાળા દરમિયાન વ્યારાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી ૧૦ એમ.એમ. ટી.એમ.ટી. લોખંડના સળીયાની ૩૦ ભારી જેનુ વજન આશરે ૨૦૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદૃામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
જે અંગે દુકાનદાર વિનોદ બુદ્દારામ જાતે અગ્રવાલે ફરિયાદ કરતા વ્યારા પોલીસે ગુનો નોંધ્યો છે. આ ગુનાની વધુ તપાસ પી.એસ.આઈ. એન. વી. ચૌધરી કરી રહ્યા છે.
