તાપી જિલ્લા જાહેરજનતા જોગ : પેન્શનરોએ નાંણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ થી New Regime (નવી સ્કીમ) કે Old Regime (જુની સ્કીમ) મુજબ ઇન્કમટેક્ષ કપાવવા બાબત
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.28: તાપી જિલ્લા તિજોરી કચેરી મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરો (કુટુંબ પેન્શનરો સિવાય) વર્ષ ૨૦૨૩-૨૪ના નાંણાકિય વર્ષ દરમ્યાન આવક મર્યાદા ધ્યાને લઇ આવક વેરો લાગુ પડતો હોઇ તેમણે New Regime (નવી સ્કીમ) કે Old Regime (જુની સ્કીમ) મુજબ ઇન્કમટેક્ષ કપાવવો હોઇ તે મુજબ તેમણે રોકાણના સાધનિક કાગળો તથા પાનકાર્ડની ઝેરોક્ષ નકલો આગામી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધીમાં કામકાજના દિવસોમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા તિજોરી કચેરી તાપીમાં રજુ કરવાની રહેશે. માહિતી સમય મર્યાદામાં ન આપનાર પેન્શનરોના ઉપલબ્ધ રેકર્ડના આધારે કાપવાપાત્ર ઇન્કમટેક્ષ તેમના પેન્શનમાંથી કાપી લેવામાં આવશે એમ તાપી જિલ્લા તિજોરી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦