તાપી જિલ્લામાં બેંક ઓફ બરોડા વ્યારા શાખાનો નવા પરિસરમાં પ્રારંભ
જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત બેંક ઓફ બરોડાના જી.એમશ્રી રાજેશકુમાર સિંગના વરદ હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરાયું
……………
બેંક ઓફ બરોડાના નવા પરિસરમાં અધ્યતન બેંકિગ સુવિધાઓ, “ઇ લોબી” જેમાં 24 * 7 બે એટીમએમ મશીન,પાસબુક પ્રિન્ટર મશીન, પૈસા ઉપાડવા અને જમાં કરવાની સુવિધા વાળું મશીન એટલે સીડીએમ કરન્સી ડિપોઝિટ મશીન, પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ.
……………
બેંક ઓફ બરોડાની વ્યારા શાખા સન 1938 એટલે કે 84 વર્ષથી લોકોની અવિરત સેવામાં કાર્યરત
……………
સ્માઇલ સાથે સર્વિસનો અનુરોધ કરતા જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવે
……………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.28: આજરોજ બેંક ઓફ બરોડા વ્યારા શાખાના નવા પરિસરનું ઉદઘાટન જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત બેંક ઓફ બરોડાના જી.એમશ્રી રાજેશકુમાર સિંગના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી ભાર્ગવી દવે એ બેંક ઓફ બરોડાના તમામ અધિકારી-કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બેન્કો દ્વારા વિવિધ યોજના હેઠળ નાણાંકીય ધિરાણ આપવામાં આવે છે અને બેન્કો તેમાં મહત્વનો ભાગ ભજતા હોય છે.
2023 મિલેટ વર્ષ તરીકે જ્યારે આપણા દેશે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે મીલેટ રિલેટેડ પ્રોડક્ટ્સને વધુને વધુ વેગ મળે તેવી રીતે ધિરાણ કરવા અનુરોધ કર્યો હતો આ સાથે તેમને પોતાના અનુભવો વર્ણવી બેન્કોને સ્માઇલ સાથે સર્વિસનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બેંક ઓફ બરોડા સહિત તમામ બેંકોને વિવિધ ફોર્મને સરળ રૂપમા રજુ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત બેંક ઓફ બરોડાના ઝોનલ હેડશ્રી રાજેશ કુમાર સિંગે દરેક મહાનુભાવોનું અભિવાદન કરતા જણાવ્યૂં હતું કે, બેંકની સ્થાપના સર મહારાજા ગાયકવાડ – 3એ વડોદરા માં 1908માં કરેલ હતી અને આજે 116 વર્ષથી ગ્રાહકોની સેવામાં તત્પર છે. બેંક હર હંમેશ ગ્રાહકને વધુને વધુ સારી ગ્રાહક સેવા આપવા તત્પર છે. વ્યારા શાખા 84 વર્ષ થી એટલે કે 1938 થી સતત વ્યારામાં કાર્યરત છે અને લોકોની અવિરત સેવા કરી રહી છે. જેના માટે સૌ કોઇ અભિનંદનને પાત્ર છે. અંતે તેમણે નવા પરિસરમાં ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકાય તે માટે કરેલ આયોજન અંગે સૌને અવગત કર્યા હતા.
આ પ્રસંગે રિજિયોનલ હેડ ચદ્રકાંત ચક્રવતી એ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, બેંક પોતાની CSR ફંડ મારફત ટ્રેનિંગ પ્રોગ્રામ RSETI ના માધ્યમ થી ચલાવે છે. જેનો સૌએ લાભ લેવો જોઇએ.
*બોક્ષ:*
નોંધનિય છે કે બેંક ઓફ બરોડાના નવા પરિસરમાં અધ્યતન બેંકિગ સુવિધાઓ, “ઇ લોબી” જેમાં 24 * 7 બે એટીમએમ મશીન,પાસબુક પ્રિન્ટર મશીન, પૈસા ઉપાડવા અને જમાં કરવાની સુવિધાવાળું મશીન એટલે સીડીએમ કરન્સી ડિપોઝિટ મશીન, પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે જાહેરજનતા માટે લાભકારક બનશે.
આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત મીલેટ બુકેથી બ્રાન્ચ મેનેજર વિનય પટેલ સહિત મહાનુભાવોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. ડી.ડી.ઓશ્રી ડી.ડી. કાપડિયા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જી એમ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષશ્રી જાડેજા, જિલ્લા શિક્ષણ સંઘના વિવિધ હોદ્દેદારો તથા જાહેરજનતા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આભાર દર્શન લીડ બેંક મેનેજર રસિક જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુપેરે પાર પાડવા બેંક ઓફ બરોડાના અધિકારી-કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત નાગરિકોએ પણ બેંક ઓફ બરોડાના નવા પરિસર અને અધ્યતન સુવિધાનો લાભ લઇ સરાહના કરી હતી.
00000000000