તાપી જિલ્લા કક્ષાના DLRC/ DLCC કમિટીની રિવ્યૂ મીટીંગ અંતર્ગત વર્ષ 2023-24નો રૂપિયા 2423 કરોડ ક્રેડિટ પ્લાન લોંચ કરતા જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.27: આજરોજ તાપી જિલ્લા કક્ષાના DLRC/ DLCC કમિટીની રિવ્યૂ મીટીંગ અંતર્ગત વર્ષ 2023-24નો રૂપિયા 2423 કરોડ ક્રેડિટ પ્લાન જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે થતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. કાપડિયા સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે લોંચ કરાયો હતો.

આજરોજ જિલ્લા કલેકટર શ્રી ભાર્ગવી દવે ના અધ્યક્ષ પદે જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/ DLCC ની રિવ્યૂ મીટીંગ દરમ્યાન વર્ષ 2023-24 નો ક્રેડિટ પ્લાન રૂ.2423 કરોડ નો લીડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ હતો. જે અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ કુલ 26 બેન્કો ની 81 શાખાઓ દ્વારા વર્ષ 2023-24 દરમ્યાન રૂ. 2423 કરોડનું વિવિધ ક્ષેત્રમાં ધિરાણ કરવાંનું આયોજન કરવામાં આવેલ છે.

 

જેમાં ખેતી અને ડેરી સેક્ટર અંતર્ગત રૂ.730 કરોડ, કિસાન ક્રેડિટ કાર્ડ-રૂ.1181 કરોડ, MSME સેક્ટર રૂ.380 કરોડ, શિક્ષણ રૂ. 20 કરોડ, હાઉસિંગ સેક્ટર રૂ.41 કરોડના ધિરાણ આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવેએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જી-20નું અધ્યક્ષતા ભારત દેશે સ્વીકારેલ છે અને 2023નું વર્ષ મીલેટ વર્ષ જાહેર કરવામાં આવેલ છે ત્યારે તાપી જિલ્લાના દરેક લોનવાંછુઓને સસ્તા દરે જિલ્લાની વિવિધ બેન્કો દ્વારા લોન પ્રાપ્ત થઈ રહે અને તેમણે વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવી શકાય તેવો બેન્કોને ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવીએ પણ નવા વર્ષમાં સેલ્ફ હેલ્પ ગ્રુપને વધુને વધુ બેન્કો દ્વારા લોન ધિરાણ પ્રાપ્ત થાય અને મિશન મંગલમ દ્વારા લક્ષ્યાંક હાંસલ થઈ શકે તેમજ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે 4 પશુના યુનિટને DIC દ્વારા લોન અને સબસિડી મળી રહે તો પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળે તેવો અનુરોધ કર્યો હતો.

DRM BOB શ્રી નરેન્દ્ર પાંડે એ બેઠકમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ 26 બેન્કોની 81 શાખાઓ કાર્ય કરી રહેલ છે દરેક શાખાઓ દ્વારા વધુને વધુ લોકોના PMJDY AC ખૂલે તેમજ સરકારશ્રીની માઇક્રો ઇનસ્યોરંસ જેવી કે PMJJBY અને PMJSBYનું વધુમાં વધુ નોંધણી થાય અને ખાતાં ધારકોને વીમા સુરક્ષા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
આ પ્રસંગે નાયબ કલેક્ટર-1 તૃપ્તિ પટેલ, લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા તથા નાબાર્ડના શ્રી કુંતલ સુરતી, રિઝર્વ બેન્કના રાહુલ સૈની, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા, તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જીએમ ધર્મેશ સોલંકી,RSETI ના ઑમેશ ગર્ગ વિવિધ બેંકના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *