પુંસરી પ્રાથમિક શાળાની પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા તથા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામમાં સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળાનાં ધોરણ-6 માં અભ્યાસ કરતાં કુલ 33 વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE) આપી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જ્યારે ધોરણ-8 માં અભ્યાસ કરતાં કુલ 15 વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામ (NMMS) આપી હતી. જેમાં પૈકી 14 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.
શાળાનાં વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત શિક્ષકો સુરેશભાઈ રમેશભાઈ માળી તથા રોશનકુમાર ગોવિંદભાઈ પટેલ છેલ્લા 6 માસથી આ સ્પર્ધાત્મક પરીક્ષાની નિઃસ્વાર્થ ભાવે વિશેષ તૈયારી કરાવતાં હતાં. જેમની અથાગ મહેનત તથા સતત માર્ગદર્શનનાં પરિપાકરૂપે વિદ્યાર્થીઓએ અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ સૌને અભિનંદન પાઠવ્યા હતાં.