ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉતમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે પૈકી ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર દીઠ એક એમ કુલ અગિયાર શિક્ષક ભાઇ-બહેનોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થવા પામી છે. જે આ મુજબ છે. ૧. જ્યોતિબેન મગનભાઈ પટેલ (કમરોલી પ્રાથમિક શાળા), ૨. વિનોદભાઈ મગનભાઈ પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા), ૩. વિપુલકુમાર મોહનલાલ ત્રિવેદી (ઉમરા પ્રાથમિક શાળા), ૪. વિરમતીબેન દલપતભાઈ પટેલ (આશિયાનાનગર પ્રાથમિક શાળા), ૫. જયેશભાઈ ભવાનભાઈ પટેલ (તેનાની રાંગ પ્રાથમિક શાળા), ૬. કેતકીબેન કાંતિલાલ પટેલ (કંથરાજ પ્રાથમિક શાળા), ૭. નરેશભાઈ જીથરભાઈ બલદાણીયા (ઈશનપોર પ્રાથમિક શાળા), ૮. વિકી શ્રીચંદભાઈ ગાવડી (કોસમ પ્રાથમિક શાળા), ૯. નીતાબેન માનસિંહભાઇ ચૌધરી (અસનાડ પ્રાથમિક શાળા), ૧૦. વંદનાક઼મારી રમેશભાઈ પટેલ (ટકારમા પ્રાથમિક શાળા), ૧૧. વનિતાબેન પ્રવિણભાઈ પટેલ (પ્રભુનગર પ્રાથમિક શાળા)
આ તમામ પ્રતિભાશાળી શિક્ષકોને રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ તમામ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીટ નિરીક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બી.આર.સી./સી.આર.સી. કો-ઓર્ડિનેટરો તથા કેન્દ્ર શિક્ષકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.