ગુણસદા ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ ના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ આજીવિકા માટે પશુપાલન વ્યવસાય જીવાદોરી સમાન છે : આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૬ઃ તાપી જિલ્લાના ગુણસદા ખાતે આજરોજ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ હતી.
ગુણસદા વાંકવેલ ખાતે પશુપાલક ભાઈઓ-બહેનોને સંબોધતા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ વધી રહ્યા છે. પશુપાલન ખૂબ સારો વ્યવસાય છે. આપણી આજીવિકા માટે જીવાદોરી સમાન છે. પરંતુ આપણે સારી જાતના પશુઓ પાળી દૂધમાં મબલખ ઉત્પાદન મેળવવુ જોઈએ. આદિજાતિ વિભાગ દ્વારા યોજનાકિય સહાય મેળવીને સારી ઓલાદના જાનવરો રાખી આવક વધુ કઈ રીતે મળે તે માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. આપણે ચીલાચાલુ પધ્ધતિનો ત્યાગ કરીને નવા સુધારાઓ કરી જાગૃતિ લાવવાની છે.આદિજાતિ વિભાગ દ્વારા યોજનાની સહાય મેળવીને પશુપાલકોને પગભર બનાવવા મંત્રીશ્રી હળપતિએ અનુરોધ કર્યો હતો.વધુમાં કોટવાળિયા જાતિ સહિત સમાજના તમામ લોકોને આવતા પાંચ વર્ષમાં પોતાનું ઘરનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર વતી કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
મદદનીશ પશુપાલન નિયામક ડો.બ્રીજેશ શાહે જિલ્લાની આ શિબિરમાં પશુપાલન વિશે કહ્યું હતું કે તાપી જિલ્લામાં પશુપાલનની યોજનાઓનો લાભ લઈને છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ થી ૧૨ ટકાના દરે વૃધ્ધિ થઈ રહી છે. સોનગઢ તાલુકામાં કુલ ૧૮૦ દૂધ મંડળીઓ કાર્યરત છે. દૈનિક ૧.૮૧ લાખ લીટર દુધ ઉત્પાદન થાય છે. દૈનિક આવક રૂા.૮૩ લાખ અને વાર્ષિક રૂ.૩૦૬.૨૧ કરોડની આવક મળી રહે છે.
આ પશુપાલન શિક્ષણ શિબિરમાં માજી મંત્રીશ્રી કાંતીભાઈ ગામીત,કૃષિ અને સહકાર સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ગામીત, શિક્ષણ સમિતિ અધ્યક્ષ સરિતાબહેન વસાવા, ઘોડા,વાઘનેરા,સીંગપુર,ગુણસદા સરપંચશ્રીઓ,ઉચ્છલ મામલતદારશ્રી આર.આર.વસાવા ,પશુ ચિકિત્સકો તથા પશુપાલક ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતીભાઈ ગામીતે કર્યું હતું. ગુણસદા પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ બાલિકાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *