શ્રી અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વર્ષ 2022-23નો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે સંસ્થાના મંત્રી માન.શ્રી નિખિલભાઈ શાહ તથા અતિથિ વિશેષ તરીકે સંસ્થાના ટ્રસ્ટી માન. શ્રી કેયુરભાઈ શાહ મંચસ્થ થયા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા શાળાના પ્રાર્થનાવૃંદ દ્વારા સરસ્વતી વંદનાદથી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોને શાળાના આચાર્યશ્રી એ શાબ્દિક ઉદબોધન તેમજ પુષ્પગુચ્છથી ઉષ્માભર્યો આવકાર આપ્યો.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી એ વાર્ષિક પરીક્ષાબાદ યોજાનાર સમર કેમ્પની જાહેરાત કરી અને નગરના અન્ય બાળકો પણ પાંચ દિવસના સમર કેમ્પમાં ભાગ લઈ શકશે.આ કાર્યક્રમ ત્રણ દિવસ શાળા ખાતે અને બે દિવસ ઓફ કેમ્પનું આયોજન કરવામાં આવશે.કાર્યક્રમ દરમીયાન બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે.એવી જાહેરાત શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવેલ અને વકતવ્યને વિરામ આપેલ.
સંસ્થાના મંત્રી માન.શ્રી નિખિલભાઈ આર. શાહે પોતાના વકત્વ્યમાં શિક્ષણ સાથે ચાલતી ઈત્તર પ્રવૃતિઓનું શાળા જીવનમાં મહત્વ સમજાવ્યુ “ઈત્તરપ્રવૃતિઓ પણ બાળકોના સર્વાગી વિકાસમાં ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.” સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ માટે- 11,001/- રૂપિયાનું દાન જાહેર કરી પોતાના વકતવ્યને વિરામ આપેલ.
શાળાના સૌ શિક્ષકશ્રીઓની મહેનત અને યોગ્ય આયોજન દ્વારા સમગ્ર કાર્યક્રમ ને સફળતાનો ઓપ આપવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કુ. અર્પિતાબેન ડી. પંચાલ દ્વારા કરવામાં આવેલ.