તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બાળ વિકાસ યોજના અને બાળ સારવાર જવાબદારીઓ તથા સરકારશ્રી ની વિવિધ યોજનાઓની માહિતિ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મિરેકલ ફાઉન્ડેશન ગાંધીનગર અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી તાપી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં બાળ સુરક્ષા અધિકારો અને બાળ વિકાસ યોજના અને બાળ સારવાર જવાબદારીઓ તથા સરકારશ્રી ની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેનું માર્ગદર્શન જુદા જુદા વિષય પર ડાયરેક્ટર કેતનભાઇ શાહ દ્વારા સ્વાગત આવકાર સાથે મિરેકલ ફાઉન્ડ્શન ના પોગ્રમ ઓફિસર સોનલબેન ચૌહાણ અને બાળ સુરક્ષા કચેરી ના પાયલબેન દેગડવાલા, જ્યોતિબેન દ્વારા આપવામાં આવ્યું. જેમાં તાપી જિલ્લામાંથી જુદા જુદા તાલુકામા વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ ના એક એક એનજીઓ એમ કુલ 20 બહેનો ઉપસ્થિત રહી અને માર્ગદર્શન મેળવ્યું લાભ લીધો. સૌ એનજીઓ ને આવવા જવાનું ભાડું, ભોજન તથા ચા પાણી ની તમામ વયવસ્થા મીરેકલ ફાઉન્ડ્શન ગાંધીનગર દ્વારા કરવામાં આવી , તાપી જિલ્લા બાળ સુરક્ષા ગ્રુપ બનાવ્યું અને બુક આપી માહિતગાર કર્યા.