નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં ત્રિવિધ ઉજવણી સંપન્ન થઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આજરોજ વિશ્વ કવિતા દિવસ વિશ્વ વન દિવસ અને કઠપૂતળી દિવસ હોય પાલગામ સ્થિત શ્રી ખુશાલભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આ ત્રણેય દિનવિશેષની ઉજવણી કરવામાં આવી. વન દિવસના સંદર્ભમાં જંગલોની જરૂરિયાતો, જંગલ આપણને કેવા ઉપયોગી છે એ સંદર્ભે વાર્તાલાપ યોજાયો. વિદ્યાર્થીઓએ વૃક્ષ વાવો સૃષ્ટિ બચાવો સંદર્ભે ચિત્રો પર દોર્યા તથા વિશ્વ વન દિવસ વિશે નીમાબેન દારૂવાળાએ સુંદર ગીત ગવડાવ્યું. આચાર્યશ્રી પ્રકાશભાઈએ કઠપૂતળી કળા વિશે વિગતે વાત કરી. વિવિધ પ્રકારની કઠપૂતળીઓનું નિદર્શન કરી ઉદાહરણ સહિત માહિતી આપવામા આવી.
આજે વિશ્વ કવિતા દિવસ પણ હોય વિશ્વ કવિતા દિવસ વિશે મીતાબેને કવિઓ અને કવિતાઓને યાદ કર્યાં. ઇન્ચાર્જ આચાર્ય લીલાબેન દ્વારા કવિ આચાર્ય પ્રકાશભાઈનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું.
આમ શાળામાં ત્રિવિધ પ્રકારની ઉજવણી આજના દિવસે કરવામાં આવી.