જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.18: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને, ઇન્ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.વલવી સહિત ઉચ્ચ અધિકારી-પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા કક્ષાએ તકેદારી સમિતિની સમયસર રચના કરવા તેમજ દરેક સ્તર પરની તકેદારી સમિતિની નિયમિત બેઠક બોલાવવા બાબત, વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ,NFSA યોજના અનવ્યે લાભાર્થીઓના આધાર વેરીફિકેશનની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. જેમા તાપી જિલ્લાના તમામ રેસનકાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી ૯૯.૭૦ ટકા પુર્ણ થઇ ગઇ છે. તેમજ જે રેશનકાર્ડધારકો પાસે આધાર કાર્ડ નથી તેવા લાભાર્થીઓને અનાજના જથ્થાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા નક્કી કરેલા અન્ય ૧૩ પુરાવાઓ રજુ કરીને આનાજ મેળવી શકાશે તેમ જણાવ્યું હતું. વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. તથા માહે.ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન તાલુકાવાર અનાજ વિતરણ કરવામાં આવેલા જથ્થાની સમિક્ષા,આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ યોગ્ય રીતે અધિકૃત કાર્ડધારકોને થાય તે બાબતે સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ કલેક્ટર-1 તૃપ્તી પટેલ, વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, વ્યારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જસુબેન ગામીત સહિત ઉચ્ચ અધિકારી-પદાધિકારીશ્રીઓ સહિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000