100 દિવસના લક્ષ્યાંકો અંતર્ગત ઇ-શ્રમ કાર્ડ નોંધણી વધારવા તેમજ કેમ્પો યોજવા અંગેના માર્ગદર્શન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
માહિતી બ્યુરો તાપી તા.13 જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને 100 દિવસના લક્ષ્યાંકો અંતર્ગત તાપી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ નોંધણી વધારવા તેમજ કેમ્પો યોજવા અંગેના માર્ગદર્શન માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં જિલ્લા કલેકટરશ્રી દવેએ આ યોજના માટે તાપી જિલ્લામાં આગામી 15/03/2023 થી 22/03/2023 સુધીમાં વિશેષ ઝુંબેશ કાર્યરત હાથ ધરી મહત્તમ નાગરિકોને સહભાગી બનાવી ઇ-શ્રમ કાર્ડની નોંધણી કરાવા સંબધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
શ્રમ અને રોજગારના માન. અગ્ર સચિવશ્રી, અંજુ શર્માના અધ્યક્ષસ્થાને 100 Days લક્ષ્યાંકો સિધ્ધ યોજાયેલ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લાઓની ઇ-શ્રમ કાર્ડ નોંધણી વધારવા તેમજ કેમ્પો યોજવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારત સરકારનાં શ્રમ મંત્રાલય દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૧નાં રોજ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઇ-શ્રમ પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી વાર ૩૮ કરોડ જેટલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા એક વ્યવસ્થાનાં ભાગરૂપે જેમાં અસંગઠિત તથા સ્થળાંતરીત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી કરાઇ રહેલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થશે. eshram.gov.in પોર્ટલ પર રજીસ્ટેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓ આધારકાર્ડ, આધાર સાથે લીંક મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. Eshram પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીઓનું રજીસ્ટેશન ત્રણ રીતે થઇ શકે છે.(૧) સેલ્ફ રજીસ્ટેશન એટલે કે, સ્માર્ટ ફોન ઉપર જાતે (ર) કોમન સર્વિસ સેન્ટર મારફત (3) ઇ-ગ્રામ કેન્દ્રો મારફત આ પ્રમાણે નોંધણી કરાવતા સ્થળ પર ઇ-શ્રમ કાર્ડ મળવાપાત્ર છે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંઘણી સંપૂર્ણ મફત છે.
અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ડોમેસ્ટીક વર્કસ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાંના દુકાનદારો, આશા વર્કસ, આંગણવાડી વર્કસ માછીમારો, પ્લાન્ટેશન વર્કસ, મીલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગી,રીક્ષા ચાલકો, મદ્યાહન ભોજનમાં કામ કરતા શ્રમયોગીઓ, તેમજ અન્ય શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.
ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને ૧ વર્ષ માટે રૂ. ર લાખનો અકસ્માત વીમો મંજુર કરવામાં આવશે. જો ઇ-શ્રમ પોર્ટલ પર નોંઘાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત થાય તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાનાં કિસ્સામાં રૂ. ૧ લાખ મળશે અને નોંઘણી થયેથી શ્રમયોગીઓને ૧૨ અંકોનાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઇ-શ્રમ કાર્ડ જારી થશે. જે દેશ ભરમાં માન્ય ગણાશે.
Eshram પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતા પ્રશ્નો હલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજય માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭ર છે. આ કાર્ડ માટે ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરનાં કોઇ પણ અસંગઠિત શ્રમયોગી નોંઘણી કરાવી શકે છે.
આ બેઠકમાં ઇંચા. જિલ્લા વિકાસ અધિકારી આર.જે.વલવી, નાયબ કલેકટરશ્રી તૃપ્તી પટેલ,ડેપ્યુટી ડી.ડી.ઓશ્રી. રાઠવા, શ્રમ અધિકારીશ્રી, સોનગઢ નગરપાલિકા ચીફ અધિકારીશ્રી, ડીએલએમ પંકજ પાટીદાર તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000