આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા પાંચમા જનઔષધિ દિવસની ઉજવણી

Contact News Publisher

આ વર્ષે ૦૫મો “જન ઔષધિ દિવસ” “જન ઔષધિ-સસ્તી ભી અચ્ચી ભી”ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવશે
…………….
તા.૦૧-માર્ચ-૨૦૨૩ થી ૦૭-માર્ચ-૨૦૨૩ સુધી તાપી જિલ્લાના તમામ PHC, CHC, SDH, DH, Nursing School ખાતે એક અઠવાડિયા સુધી ગુણવત્તાયુકત જેનેરિક દવાઓ અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃત કરવામાં આવશે.
……………
માહિતી બ્યુરો, તાપી તા.૦૧: પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત ગુણવત્તાયુકત જેનેરિક દવાઓ સામાન્ય લોકોને પોસાય તેવા ભાવે પુરી પાડવામાં આવે છે. જન ઔષધી કેન્દ્રોમાં અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા ૫૦% ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦-૯૦% જેટલી સસ્તી હોય છે.
વડાપ્રધાનશ્રીની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૦૫ મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્ચી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી તાપી જિલ્લાના તમામ PHC , CHC ,SDH , DH ,Nursing School ખાતે એક અઠવાડિયા સુધી ગુણવત્તાયુકત જેનેરિક દવાઓની જાગરૂકતા ઉભી કરવા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અન્વયે તા.૦૧ માર્ચ ૨૦૨૩ એ જન ઔષધિ જન ચેતના અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ મમતા દિવસ ખાતે જનઔષધિ પરિયોજના જાગૃતિ બાબતે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આજે ૦૨ માર્ચ ૨૦૨૩ ના દિને તાપી જિલાના તમામ હેલ્થ & વેલનેસ સેન્ટર , નર્સિગ કોલેજ , હોમિયોપેથિક કોલેજ અને આઇ.ટી આઇ ખાતે ખાતે જન ઔષધિ યાત્રા માટે પ્રતિગ્ના લેવામાં આવશે. તા.૦૩ માર્ચ ૨૦૨૩એ જનઔષધિ એક કદમ મૈત્રી શકિત કી ઓર અંતર્ગત તાપી જિલ્લાની તમામ આર્યુવેદિક સેન્ટર, આંગણવાડી અને હેલ્થ & વેલનેસ સેન્ટર ખાતે વિના મુલ્યે તરુણીઓને આયન ફોલિક અને કેલ્શિયમની દવાઓનું વિત્તરણ કરવામાં આવનાર છે. તા.૦૪ માર્ચ ૨૦૨૩ ના રોજ જનઔષધિ બાલ મિત્ર પ્રોગ્રામ અંતર્ગત પ્રાધનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર કુકરમુંડા, ડોલવણ, વાલોડ, સોનગઢ બાળકોની ક્વીઝ નું આયોજન કરી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તા.૦૫ માર્ચ ૨૦૨૩એ તાપી જિલ્લાના તમામ PHC , CHC ,SDH , DH ખાતે જન આરોગ્ય મેળા –હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તા.૦૬ માર્ચ ૨૦૨૩એ આવો જન ઔષધિ મિત્રો બનીએ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાના નર્સિગ કોલેજ અને હોમિયોપેથિક કોલેજ ના ૧૫ -૧૫ વિધાર્થીઓ સ્વંયમ સેવક તરીકે જોડાશે. તથા તા. ૦૭ માર્ચ ૨૦૨૩ના રોજ જિલ્લા કક્ષાએ કોન્ફરન્સ હોલ ,કલેકટરશ્રીની કચેરી સેવા સદન ખાતે જિલ્લાના દવા વિત્તરકો, IMA પ્રેઝિડેન્ટ, ખાનગી તબીબો સાથે ઉજવામાં આવનાર છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other