વ્યારા ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી તા ૦૧ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અને “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” ડો.આંબેડક ભવન વ્યારા ખાતે યોજાયો હતો. જેમાં કિશોરીઓ / આંગણવાડી વર્કર / તેડાઘર / આરોગ્ય કર્મચારી અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રના કર્મચારીઓને મહિલાઓને લક્ષિત જુથ તરીકે રાખવામા આવેલ હતા.
ડો.મનિષાબેન એ. મુલતાની – દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી અને ઇ.ચા. મહિલા અને બાળ અધિકારી તાપી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાની જાણકારી આપવામાં આવી અને નિલેશભાઇ પટેલ – ચીફ ડિસ્ટ્ર્રીક્ટ કાઉન્સેલશ્રી, ચીફ કોર્ટ, વ્યારા દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ હેઠળની જોગવાઈઓ ખુજ સરળ અને રસાળ ભાષામાં રજુ કરી હતી અને મહિલાઓ દ્વારા પણ અંગે રસપુર્વક ભાગ લેવામા આવેલ હતો. આ પ્રસંગે સરકારી વિભાગોમાંથી ડો. જયશ્રીબેન ચૌધરી – જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી, તાપી, તન્વીબેન પટેલ – પ્રોગ્રામ ઓફિસરશ્રી, તાપી, જિલ્લા માહિતી અધિકારીશ્રી, તાપી, પાયલબેન – બાળ સુરક્ષા એકમ, તાપી, દિપીકાબેન – જિલ્લા કોર્ડિનેટરશ્રી, નારી અદાલત તાપી દ્વારા ભાગ લઇ તેમના વિભાગમાં ચાલતી યોજનાઓ રસ પુર્વક સમજાવવમાં આવ્યું હતું.આ સાથે સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, આયોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી કાયદામા તેઓની ભુમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવેલ. તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૫ મુંજુરી હુકમ રૂ।.૫,૫૦,૦૦૦/- ના વિતરણ કરવામાં આવ્યા હતા.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other