પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજનાના ૯૭,૧૬૦ ખેડૂત કુટુંબોના ખાતામાં ૧૩માં હપ્તાના સ્વરૂપે ૧૯.૪૩ કરોડ જમા કરાયા

Contact News Publisher

સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્દ્ર વ્યારા ખાતે પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધીનો કાર્યક્રમ યોજાયો
…………….
માહિતી બ્યુરો, તાપી. તા.૨૭: કર્ણાટકના બેલગાવી ખાતે આજ રોજ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ૮ કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 16,800 કરોડની સીધી સહાય કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ૯૭,૧૬૦ ખેડૂત કુટુંબોને કિશાન સમ્માનનિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આજદિને તાપી જિલ્લાના પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજનાના લાભાર્થીઓના ખાતામા ૧૩માં હપ્તાના સ્વરૂપે ૧૯.૪૩ કરોડ જમા કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્દ્ર વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રીએ તમામ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ખેડૂતો દેશના તારણહાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ દ્વારા લેવામાં આવેલ સંકલ્પ “આત્મનિર્ભર ભારત” બનાવવા આપણે સૌ યોગદાન આપીએ એમ ઉમેરી પ્રાકૃતિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો હતો. તેમણે બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ સહિત આત્મા પ્રોજેક્ટ અંગેની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે તમામ ખેડૂતોને કિશાન સમ્માન નિધી યોજના અંતર્ગત ૧૩માં હપ્તા મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાં મહેમાનોને આવકારી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા, નાયબ બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીત, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી એ.કે.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ સેવકો, પ્રગતિશિલ ખેડૂતો અને કેવીકેના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other