આદિવાસી ખેડૂતોની હજારો ટન શેરડી ચોરીનું કૌભાંડ તથા આદિવાસી ખેડૂતો સાથે ગદ્દારી કરી છેતરપિંડી કોણે કરી ?
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : તાપી જીલ્લાના સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયા સહુએ સાથે મળી તાપી જીલ્લાના પડતર પ્રશ્નોના નિવારણ સંદર્ભે ગતરોજ વ્યારા સુગર ફેકટરી ૨૦૨૧/૨૨ માં આદિવાસી ખેડૂતો એ ૩૧,૦૦૦ ટન શેરડી આપવા છતા બંધ હાલતમાં કેમ છે તથા આદિવાસી ખેડૂતો ને તેઓની શેરડીના નાણાં કેમ આપવામાં નથી આવ્યાં તેની તપાસ કરતા વ્યારા સુગર ફેકટરી માં વર્ષ ૨૦૨૧/૨૨ માં મોટા પાયે હજારો ટન શેરડી ચોરી થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જોવા મળી આવે છે.
જે બાબતે આદિવાસી ખેડૂતો તેમજ આગેવાનો પત્રકાર પરિષદમાં વધુ વિગતો જાહેર કરશે જેથી સરકાર ઉપર તેમજ સુગર ફેકટરી ઉપર સહાયના નામે બોજા નાખી વ્યારા સુગર ફેકટરી બરબાદ કરવાના ષડયંત્રનો ને રોકી શકાય.
સાથે જ કૌભાંડીઓ ને જેલભેગા કરી વ્યારા સુગર ફેકટરી માં ચાલતી ભ્રષ્ટાચાર રુપી બીમારી ને ઊપર પ્રશાસન , સરકાર નિયંત્રણ કરી શકે.
સ્થળ : વ્યારા સરકીટ હાઉસ , તાપી , ગુજરાત.
સમય સવારે ૧૧:૦૦કલાકે.
તારીખ : ૨૬ ફેબ્રુઆરી રવિવાર (૨૦૨૩)