વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી. પટેલના અધ્યક્ષ સ્થાને આઇ.સી.ડી.એસ. વિભાગની બ્લોક મોનિટરીંગ અને રિવ્યુ કમિટીની બેઠક યોજાઇ

Contact News Publisher

બાળકોના સફળ તંદુરસ્ત જીવન અને વિવિધ યોજનાકીય સફળતાને પહોચી વળવા અંગે જરૂરી માર્ગદર્શન આપતા વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી. પટેલ
……………
માહિતી બ્યુરો,તાપી તા.૨૨: આજ રોજ સોનગઢ મામલતદાર કચેરી ખાતે સોનગઢ તાલુકા આઇ.સી.ડી.એસ. વિભાગના બ્લોક મોનિટરીંગ અને રિવ્યુ કમિટીની મિટીંગ(BLMRC)નું આયોજન વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી તમામ રિવ્યુ કમિટીના સભ્યોની હાજરીમાં આઇ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. જેમા ખાસ કરીને દુધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ બાળકોને આપવામાં આવતુ દૈનિક પોષણ સંબંધી કામગીરીનો તમામ સુપરવાઇઝર અને સીડીપીઓ સહિતના સ્ટાફનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જરૂરી મુદ્દાઓ જેવાકે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કઇ કઇ બાબતો પર વર્કર અને સુપરવાઇઝર બહેનોએ ભાર આપવુ જોઇએ. જેમાં જરૂરી ફિલ્ડ વિઝિટ, વારંવાર ગૃહ મુલાકાત, નિયમિત અને સમયસર નાસ્તો અને વજન વગેરે સહિત આંગણવાડીના મકાન બાબતો અંગે તથા તેના બાંધકામ બાબતમાં પ્રાંત અધિકારીશ્રી પટેલે જરૂરી માર્ગદર્શન આવ્યુ હતુ. આ સાથે તેમના દ્વારા વિભાગો વચ્ચેની આંતરીક સમસ્યાઓનો પણ મિટીંગમાં જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. આમ આજ રોજ યોજાયેલ આ મિટીંગ બાળકોના સફળ તંદુરસ્ત જીવન અને વિવિધ યોજનાકીય સફળતાને પહોચી વળવાના મંત્ર સાથે સફળતાપુર્વક બેઠક પુર્ણ થઇ હતી.
આ બેઠકમાં મોનિટરીંગ કમિટીના સભ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કૃષિ વિસ્તરણ અધિકારીશ્રી, એસ.ઓ R&B શાખા સોનગઢ ઉપરાંત આઇ.સી.ડી.એસ. વિભાગના ઘટક-૧ અને ૨ના સીડીપીઓશ્રી રાધાબેન ચૌધરી અને બનુબેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other