તાપી જીલ્લામાં પડતર પ્રશ્નો બાબતે નાગરિકોના ભવ્ય આંદોલનના એંધાણ
ગતરોજ વ્યારા સરકીટ હાઉસ ખાતે આગેવાનો સાથે કર્મશીલ રોમેલ સુતરિયા ની બેઠક મળી હતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ વ્યારા સરકીટ હાઉસ ખાતે તાપી જીલ્લાના આદિવાસી તેમજ નાગરિક સમાજના આગેવાનો ની એક અગત્યની બેઠક મળી હતી.જેમા રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ , આપ તેમજ અન્ય રાજકીય તેમજ સામાજીક આગેવાનો , વકીલો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં શૈક્ષણિક ક્ષેત્રે શાળાઓ મર્જ થયા બાદ બાળકોને પડતી સમસ્યાઓ , સિંચાઈ ની સમસ્યાઓ , વ્યારા તેમજ માંડવી સુગર ફેકટરી નું બિમારી દૂર કરી સ્વસ્થ સંચાલન ઊભું કરાવવા , જંગલ જમીન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬ ના અમલીકરણ , માંડળ ટોલનાકા ને તાપી જીલ્લાના નાગરીકો માટે સર્વિસ રોડ ની ફાળવણી , પોન્ઝી ચિટફંડ ના કૌભાંડ પિડિતોને ન્યાય આપવાની માંગ , આદિવાસી બહુલ વિસ્તારમાં રાજકીય અનામત છતાં આદિવાસી સમાજ રાજકીય રીતે લઘુમતી બની રહ્યો હોવા બાબતે ચિંતા , આદિવાસી વિદ્યાર્થીઓ ને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓ , ખાનગી શિક્ષણ ના નામે વિદ્યાર્થીઓ ની થતી લુંટ , મહિલા સુરક્ષા , ગેરકાયદેસર ગૌચર જમીનોમાં તેમજ પર્યાવરણ વિભાગ ની મંજુરી સિવાય ચાલતા ખનન , તાપી જીલ્લામાં GPCB ની ઓફીસ ફાળવવા માંગ , દારુ થી યુવાધન ને બરબાદ થતા શૈક્ષણિક , સામજીક જાગૃતિ ફેલાવવા અભિયાનો , બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા નાગરિક પહેલ ઊભી કરવા આયોજન કરવું , જેટ્કો દ્વારા ખેડૂતો સાથે થતાં વિવાદ અટકાવવા , ૭૩ કે ની જમીનો માં થયેલ દંડ ની રકમ સરકારની તિજોરી માં જમા કરાવી સરકારને થતાં નુકસાનને રોકવા તથા આદિવાસી વિસ્તારોમાં TSP ની ગ્રાન્ટ માં થયેલ અસંખ્ય ભ્રષ્ટાચાર ના પર્દાફાશ કરી જીલ્લામાં કાયદો અને પ્રશાસનની કામગીરી મજબૂત બનાવવા નાગરિકો જાતે જવાબદારી સ્વીકારીને પ્રશાસન સરકાર ને સહયોગ કરી શકે તેમ પ્રશાસનન તથા નાગરિકો વચ્ચે નો સેતુ મજબૂત બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગતરોજ ત્રણ કલાક થયેલ બેઠકમાં અસંખ્ય પ્રશ્નો સામે આવતા બેઠક વધુ એક દિવસ લંબાવાઈ છે જે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પુનઃ વ્યારા સરકીટ હાઉસ ખાતે મળશે.જે બાદ લોકતાંત્રિક ઢબે માંગ પત્ર તૈયાર કરી સમસ્યાઓ ના નિરાકરણ માટે જરૂરી અભ્યાસ કરી પ્રશાસનન સાથે તેમજ કાયદાના જાણકાર આગેવાનો પાસેથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગતરોજ મળેલ બેઠકથી જીલ્લામાં ઉત્સાહ નો માહોલ છે કે જીલ્લામાં બહું લાંબા સમય પછી દરેક આગેવાનો એ તમામ સામાજીક, રાજકીય વાડા તોડી એક મંચ ઉપર જોવા મળ્યા હતા.હવે જોવાનું રહે છે માંગ પત્ર રજૂ થયા બાદ પ્રશાસન તેમજ સરકાર નાગરિકો ના પ્રશ્નો બાબતે શું વલણ અપનાવે છે.રોમેલ સુતરિયા ના તાપી જીલ્લામાં આગમન બાદ આગેવાનોની થયેલી એકતા થઈ એક વાત સ્પષ્ટ છે કે જીલ્લામાં ભવ્ય આંદોલનના એધાણ વર્તાય રહ્યા છે.સાથે આદિવાસી સમાજ ના નવ યુવાનોને ની સક્રિયતાથી તાપી જીલ્લામાં નવું નેત્રુત્વ ઊભું થતું જોવા મળી રહ્યું છે.