ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો
વ્યાજખોરો સામે લોકોને શોષણમુક્ત બનાવવા તેમજ લોકોની સુખાકારીમા ભાગીદાર બનાવવાના ઉદેશ્યથી કાર્યક્રમ આયોજિત કરાયો ;
–
જિલ્લામા 40 લાભાર્થીઓને લોન/ધિરાણ હેઠળ 75 લાખની સહાય આપવામા આવી છે : શ્રી પિયુષ પટેલ
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 21 : ડાંગ જિલ્લાના આહવા પોલીસ હેડક્વાટર ખાતે સુરત રેંજ આઇ.જી શ્રી પિયુષ પટેલની ઉપસ્થિતીમા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ આયોજિત કરાવામા આવ્યો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી છે. તેમજ ગેર કાયદેસર રીતના વ્યાજ ધિરાણ આપનાર આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામા આવ્યા છે તેમ શ્રી પિયુષ પટેલે આ ક્રાયક્રમમા જણાવ્યુ હતુ. વ્યાજખોરો સામે લોકોને શોષણમુક્ત બનાવવાના તેમજ લોકોની સુખાકારીમા ભાગીદાર બનાવવાના ઉદેશ્યથી પોલીસ દ્વારા લોન, ધિરાણ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે તેમ શ્રી પિયુષ પટેલે વધુમા જણાવ્યુ હતુ.
ગ્રામ્ય વિસ્તારમા વ્યાજખોરોનુ પ્રમાણ મોટાપાયે નથી,પરંતુ શહેરી વિસ્તારમા વ્યાજખોરોનુ મોટાપાયે દુષણ જોવા મળે છે. સુરત રેંજ વિસ્તારમા ગેર કાયદેસર રિતના લોન/ધિરાણ વ્યાજખોરો સામે 125 ગુનાઓ નોધવામા આવ્યા છે. લોકોને ઉંચા વ્યાજે પૈસા આપીને શૌષણ કરનાર આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોન/ધિરાણ માર્ગદર્શન શિબિરમા અત્યાર સુધી 600 જેટલા લોકોએ માર્ગદર્શન મેળવ્યુ છે. તેમજ જિલ્લામા 40 લાભાર્થીઓને લોન/ધિરાણ હેઠળ 75 લાખની સહાય આપવામા આવી છે.
સરકારના વિવિધ વિભાગ દ્વારા ધંધાકીય હેતુસર તેમજ વિવિધ સહાય પેઠે સબસીડી તેમજ યોજનાકીય માહિતી મેળવી તેનો લાભ લેવા માટે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે લોકોને અનુરોધ કર્યો હતો. તેમજ બેંન્કમા લોન/ધિરાણ માટે જનાર લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા માટે બેંન્ક મેનેજરશ્રીઓને જણાવ્ય હતુ.
લોન/ધિરાણ માર્ગદર્શન શિબિરના બેંન્ક લોન અંગે યોજનાકીય માહિતી મેળવી, લોન પ્રક્રિયા સમજી લઇ લોન મેળવી પોતાનુ જિવન ધોરણ ઉંચુ લાવી શકાય છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ.
કાર્યક્રમમા લિડ બેંન્ક મેનેજર શ્રી સેજલ મેઠ્ઠાએ બેંન્કમાંથી લોન મેળવવા અંગેની પ્રક્રિયા અંગે સમજણ આપી હતી, તેમજ કુટીર ઉધ્યોગ અધિકારીશ્રી દેવિદાસભાઇ વાઘ દ્વારા લોન મેળવવા અંગે ઓનલાઇન પ્રક્રિયા તેમજ ધંધો માટે ઉપયોગી થતી સરકારી યોજનાકીય માહિતીઓ વિશે વિસ્તાર પુર્વક માહિતી આપી હતી.
કુટીર ઉધ્યોગ માથી ધંધાર્થે શ્રી બાજપાઈ બેંકેબલ યોજના દ્વારા બેંન્ક માંથી લોન મેળવનાર લાભાર્થી શ્રી રવિશભાઇ સાબળે લોન મેળવી આજે આત્મનિર્ભર બન્યા છે. તેમજ આજે તેઓ પોતાના ધંધા મારફત અન્ય લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યુ હતુ.
આહવા ખાતે આયોજિત લોન/ધિરાણ કાર્યક્રમમા લાભાર્થીઓને જુદી-જુદી બેંન્કોના ચેક વિતરણ તેમજ કુટીર ઉધ્યોગ તરફથી ટુલ કીટ આપવામા આવી હતી. કાર્યક્રમમા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, શ્રી અશ્વિન પટેલ, તેમજ પોલીસ કર્મીઓ, અને મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–