સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો વ્યારાના કાટકુઇ ખાતેથી શુભારંભ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટકુઈ ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાશે
………………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.16: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવશે. જે અન્વયે તાપી જિલ્લામાં આજે તારીખઃ ૧૭-૦૨-૨૦૨૩, શુક્રવાર સમયઃ સવારે ૯:૩૦ કલાકે સ્થળઃ ગામ- કાટકુઈ, તા. વ્યારા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ ના શુભારંભ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ૨૩-બારડોલી લોકસભાના સાંસદશ્રીપરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ ડી. વસાવા, ધારાસભ્યશ્રી ૧૦૧-વ્યારા મોહનભાઈ ડી. કોંકણી, ધારાસભ્યશ્રી ૧૦૨-નિઝર ડૉ. જયરામભાઈ સી. ગામીત, ધારાસભ્યશ્રી ૧૭૦-મહુવા મોહનભાઈ ડી. ઢોડિયા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
૦૦૦૦૦૦૦૦૦