જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે સ્વામી સાધુદાસના આશીર્વાદ શુભેચ્છા સંમેલન અક્ષરવાડી ખાતે યોજાયો.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં ભય દુર કરવા સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી કાટગઢ ખાતે શુભેચ્છા આશીર્વાદ સંમેલન સ્વામી સાધુદાસના પ્રેરક આર્શીવચન સાથે જીલ્લાના ૫૦૦ બાળકો, શિક્ષકો, આચાર્યો ભાગ લીધો. જેમાં બાળકોને સ્વામી તરફથી બાળકોનેબુક,બોલપેન શુભેચ્છાપત્ર આપ્યા અને સૌને અલ્પાહાર કરાવ્યો. આં સંમેલનમાં તાપી જીલ્લાની શાળાઓ જે.બિ,પી.પી.સવાણી,વાઈબ્રન્ટ, શબરીધામ અને વિધાયાકુંજ વિદ્યાલય વિરપુરના ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૫૦૦ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં સ્વામી આદર્શસેવાદાસ મહારાજે બાળકોને પરીક્ષા પાસ કેવી રીતે થવાય તેના વિશે સમજણ આપી હતી. સંસ્કાર કેળવણી વિશે ૨૦ મીનીટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવી, વિશ્વ શાંતિના પાઠ કરાવ્યા. ત્યારબાદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી કેતનભાઈ શાહ દ્રારા બાળકોને પરીશાનો હાવ દુર કરવા સપ્ત પગલા દ્રારા સમજણ આપી.હિંમત વધારી નવું ભાથું આપ્યું અંતે જેબીના આચાર્ય નરેશભાઈ ગામીત દ્રારા આભાર વિધિ કરી અને છુટા પડ્યા.