ચાકધરામા ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા : પૂર્વ સરપંચે સરકારી બોરમા ખાનગી મોટર ઉતારી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણના ચાકધરા ગામમા લોકોને પીવા તેમજ ઘર વપરાશના પાણીની તકલીફ છે તો બીજી તરફ સરકારી બોરમા ખાનગી મોટર ઉતારીને પૂર્વ સરપંચ દ્વારા પાણી ખેંચી લેવામા આવતા ગ્રામજનોની તકલીફમા વધારો થયો છે.
ડોલવણના ચાકધશિવાનીના શિવાની ફળિયામા રહેતા ગ્રામજનો પીવા તેમજ ઘર વપરાશના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ગ્રામજનોની સમસ્યામા વધારો ત્યારે થયો જ્યારે સરકારી ખર્ચે બનાવાયેલ ત્રણ બોર માથી એક બોરના હેન્ડપંપનો વાયશર ખરાબ થઇ જતા આ બોરમા પૂર્વ સરપંચ દ્વારા પોતાની બે મોટર ઉતારીને પાણી ખેંચી લેવામા આવતા ગ્રામજનોની તકલીફમા ઔર વધારો થયો છે. આ અંગે પૂર્વ સરપંચનો સંપર્ક કરતા તેમણે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, મારી બે મોટરમાથી એક મોટર બંધ થઈ ગઈ છે હુ ફકત એક જ મોટરથી પાણી વાપરુ છુ.
પાણી સમિતી દ્વારા હેન્ડ પંપ રીપેર કરાવવાના બદલે પોતાની ટર્મ પૂર્ણ થઈ જતા ખુદ ગામના સરપંચ ખાનગી ધોરણે હેન્ડ પંપમા બે બે મોટર ઊતારી દેતા હોય ત્યારે ગ્રામજનોએ ફરિયાદ કોને કરવી ? ગ્રામજનોની સમસ્યા અંગે જીલ્લાના તંત્રએ રાહત અપાવવી રહી !!