ચીખલી ભેંસરોટ ગામે પાપડ-ફરસાણ યુનિટનું ઉદ્ઘાટન કરતા રાજ્ય કક્ષા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

Contact News Publisher

મહિલાઓના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ:
આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૧- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામે રાજ્યના કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પુરસ્કૃત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન,મિશન મંગલમ અંતગર્ત પાપડ ફરસાણ યુનિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાની દરેક બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટમાં અનેક યોજનાઓ લાવીને બહેનોને પગભર કર્યા છે. તાપી જિલ્લાની એકપણ બહેન યોજનાથી વંચિત ન રહે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. બહેનો સખીમંડળના માધ્યમથી દાળ પીલવા,ડાંગર માંથી ચોખા કાઢવા જેવા નાના કામો કરી રોજગારી મેળવશે. સખીમંડળને રૂ. ૭ લાખની સહાય આપવામાં આવે છે. આજે પાપડ-ફરસાણ યુનિટને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આમ બહેનો,ખેડૂતો,પશુપાલકો સંકલનમાં રહે તેવા પણ અમારા વિભાગના પ્રયત્ન છે. બાલવાટિકા,સેતુ જ્ઞાન સ્કુલ જેવી નવી યોજનાઓ સરકાર લાવી રહી છે.
મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશનું બજેટ મધ્યમવર્ગને પરવડે તે બાબતને ધ્યાનમાં રાખી છે. ૧૦૦ દિવસના લક્ષ્યાંક અમને આપવામાં આવ્યા છે. જેમાં ૧૦૫૦ જેટલા સનદ માટેના દાવા મંજૂરી માટે અમે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત કુવા,સોલારપંપ વિગેરે દ્વારા ખેડૂતો બારેમાસ સિંચાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20 માં ૨૦ જેટલા દેશોને આમંત્રિત કરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકોનું નિર્માણ હાથ ધરાયું છે. આવનારા દિવસોમાં એકપણ કામ બાકી નથી રહેવાનું.
સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલે કરતા કહ્યું હતું કે બહેનોની રોજગારી માટેના આ ભગિરથ કાર્ય આપણાં સૌ માટે પ્રેરણાદાયક છે.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શક્તિ સખી સંઘ,ચીખલી ભેંસરોટને ફુડ લાયસન્સ અર્પણ કરાયું હતું. તેમજ શાળાની બાલિકાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી.
આ સમારોહમાં ગ્રામવિકાસ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા, ઈ.ચા.પ્રાંત અને મામલતદાર એચ.જે.સોલંકી,લાયઝન અધિકારી દિપ શાહ,ગ્રામવિકાસ ના પંકજભાઇ પાટીદાર, સરપંચ રૂચિતાબેન,તાલુકા સભ્ય ઉષાબેન, આશિષભાઇ શાહ, દામજીભાઈ, સામાજીક અગ્રણી નારણભાઈ સોલંકી,નિલમબેન ,રીટાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ રોશનભાઈએ કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other