મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટર સાયકલ ચોરી લાવી ગુજરાત રાજ્યમાં વેચાણ કરતા આરોપીઓને પકડી પાડી સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
(૧) પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીના માર્ગદર્શન હેઠળ શ્રી,પી.એમ.હઠીલા, પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા સુચના હેઠળ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. જગદીશ જોરારામને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે “ બે ઇસમો ચોરીની એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની યામાહા કંપનીની આર 15 . મોટર સાયકલ વેચવા માટે સોનગઢ વિસ્તારમાં ફરે છે. અને હાલમાં તેઓ સોનગઢ નવા આર.ટી.ઓ. તરફ ગયેલ છે. જે બંને ઇસમોએ પોતાના શરીરે કાળા કલરની હાંફબાયની ટી શર્ટ તથા કમરે ભુરા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે. તેવી બાતમી હકિકત મળતા” જે બાતમી હકિકત આધારે મોજે સોનગઢ, નવા આર.ટી.ઓ. પાસે આવેલ શીતલ હોટલની સામે અલગ અલગ ટીમો બનાવી બાતમી હકિકતવાળા ઇસમો તથા બાઇકની વોચમાં હતા દરમ્યાન નવા આર.ટી.ઓ. તરફથી સદર બાતમી હકીકતવાળા બે ઇસમો બાતમી હકિકતવાળી (૧) નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની યામાહા કંપનીની આર 15 મો.સા. ઉપર આવતા હોય પોલીસ માણસોએ આયોજન પુર્વક બંને ઇસમોને બાઇક સાથે કોર્ડન કરી લઇ તેઓને રોકી લઇ સદર મો.સા.ચાલક અને તેની પાછળ બેસેલને પોલીસ તરીકેની ઓળખ આપી તેમના કબ્જાની મોટર સાયકલના દસ્તાવેજો બાબતે પુછપરછ કરતા તેમની પાસે તેના કોઇ કાગળો/દસ્તાવેજો નહિ હોવાનુ જણાવતા બન્ને ઇસમોને તેમના કબ્જામાંથી નંબર પ્લેટ વગરની મળી આવેલ યામાહા આર 15 મોટર સાયકલની માલિકી બાબતે પુછપરછ કરતા મો.સા. મહારાષ્ટ્ર રાજ્યના નાલાસોપારા ખાતેની ચોરીની મો.સા. હોવાની અને આ મો.સા. વેચાણ અર્થે લઇને ફરતા હોવાનુ જણાવતા બંને પૈકી ચાલકનુ આરોપી- (૧) ધીરજ જટાશંકર ઓઝા, ઉ.વ.૨૧, રહે. સોનગઢ, શિવાજી નગર, તા.સોનગઢ, જી.તાપી, મુળ રહે ગામ-સજઇ કલા, થાના પવારા, જી.જોનપુર, (યુ.પી.) (૨) કૌશિક દેવીદાસભાઇ મરાઠે, ઉ.વ.૧૯, રહે. સોનગઢ, શિવાજી નગર તા.સોનગઢ જી.તાપીનો હોવાનો જણાવેલ છે. બન્ને પાસેથી મળી આવેલ મોટર સાયકલ
(૧) યામાહા કંપનીની સિલ્વર કલરની આર 15 મોટર સાયકલ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે ?
તે બાબતે પુછપરછ કરતા બંનેએ આ મો.સા. બંને પૈકી ધીરજ જટાશંકર ઓઝાના કાકા વોન્ટેડ આરોપી- આનંદભાઇ કમલેશભાઇ ઓઝા, રહે. નાલસોપારા, મુંબઇ, મો.નં.- ૯૭૭૧૭૭૮૦૬૬, ૭૨૦૮૧૫૮૬૯૬ નાએ નાલાસોપારા ખાતેથી ચોરી લાવી બેનંબરમાં કોઇને વેચવા માટે પોતાને આપી ગયેલ હોવાનુ જણાવેલ હોય મજકુર બંને ઇસમોને વધુ વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી આ રીતેની કેટલી બાઇકો આનંદ કમલેશભાઇ ઓઝા તેમને આપી ગયેલ છે તે બાબતે વધુ પુછપરછ કરતા બંને ઇસમો આ મો.સા. સિવાય બીજી ૬ મોપેડો આનંદ કમલેશભાઇ ઓઝા મહારાષ્ટ્રથી ચોરી લાવી પોતાને આપી ગયેલ હોવાની કરતા હોય, જે પૈકી ૩ મોપેડ ધીરજ જટાશંકર ઓઝાના ઘરે રાખેલ હોવાનુ તથા ૩ મોપેડ કૌશિક દેવીદાસભાઇ મરાઠેના ઘરે રાખેલ હોવાનુ જણાવેલ છે. જેથી હોટલ શીતલ ગાર્ડન ખાતેથી નીકળી પ્રથમ ધીરજ જટાશંકર ઓઝાના સોનગઢ શીવાજીનગર ખાતે આવેલ ઘરે આવતા તેના ઘરની સામે ૩ મોપેડ પાર્ક કરેલ હોય જે મોપેડ (૨) સુઝુકી કંપનીની બ્લ્યુ કલરની એક્ષેસ-૧૨૫ મોપેડ તેમજ (૩) નંબર પ્લેટ વગરની એક સુઝુકી કંપનીની બ્લેક કલરની એક્ષેસ- ૧૨૫ મોપેડ તથા (૪) એક TVS કંપનીની બ્લ્યુ કલરની જ્યુપીટર zX મોપેડ મળી આવેલ છે તેમજ (૨) કૌશિક દેવીદાસભાઇ મરાઠેના સોનગઢ, શિવાજીનગર ખાતેના ઘરે આવતા મજકુર ઇસમના ઘર સામે પણ ત્રણ મોપેડ પાર્ક કરેલ હોય જે મોપેડ (૫) એક હોન્ડા કંપનીની બ્લ્યુ કલરની એક્ટીવા 6G મોપેડ (૬) એક હોન્ડા કંપનીની કાળા તથા સીલ્વર કલરની એક્ટીવા 5G મોપેડ તથા (૭) એક હોન્ડા કંપનીની કાળા કલરની એક્ટીવા 6G મોપેડ મળી આવેલ છે જે ઉપરોક્ત તમામ મોપેડ બાબતે પુછપરછ કરતા આ મોપેડ પણ આનંદભાઇ કમલેશભાઇ ઓઝાએ મહારાષ્ટ્ર ખાતેથી ચોરી લાવી વેચાણ કરવા અર્થે આપી ગયેલ હોવાની કબુલાત કરતા અને તમામ વાહનોની મોપેડની માલીકી બાબતે કોઇ દસ્તાવેજી પુરાવા રજુ કરતા ન હોય કુલ્લે વાહનો-૦૭, જેની આશરે કુલ કિં. રૂ.૩,૪૦,૦૦૦/- તેમજ મજકુર ઇસમોની અંગઝડતી દરમ્યાન મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨, જેની આશરે કિં. રૂ! ૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૩.૫૫,૦૦૦/- નો મુદ્દામાલ Cr.P.C કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
(૧) નંબર પ્લેટ વગરની સીલ્વર કલરની યામાહા કંપનીની આર 15 મો.સા. (૨) નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની બ્લ્યુ કલરની એક્ષેસ-૧૨૫ મોપેડ (3) નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની બ્લેક કલરની એક્ષેસ-૧૨૫ મોપેડ (૪) નંબર પ્લેટ વગરની TVS કંપનીની બ્લ્યુ કલરની જ્યુપીટર ZX મોપેડ (૫) નંબર પ્લેટ વગરની હોન્ડા કંપનીની બ્લ્યુ કલરની એક્ટીવા 6G મોપેડ (૬) નંબર પ્લેટ વગરની હોન્ડા કંપનીની કાળા તથા સીલ્વર કલરની એક્ટીવા 5G મોપેડ (૭) (૭) એક હોન્ડા કંપનીની કાળા કલરની એક્ટીવા 6G મોપેડ મળી કુલ્લે વાહનો-૦૭, જેની આશરે કુલ કિં. રૂ.૩,૪૦,૦૦૦/- તેમજ મજકુર ઇસમોની અંગઝડતી દરમ્યાન મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨, જેની આશરે કિં.રૂ ૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂ ૩,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુના-
(૧) નંબર પ્લેટ વગરની સીલ્વર કલરની યામાહા કંપનીની આર 15 મો.સા.ની ચોરી બાબતે મહારષ્ટ્ર રાજ્યના વસઇ વિરાર જીલ્લાના આચોલે પો સ્ટે. ખાતે ગુ ર.નં.- ૦૦૧૫/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (ર) નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની બ્લ્યુ કલરની એક્ષેસ-૧૨૫ મોપેડની ચોરી બાબતે મહારાષ્ટ્ર રાજ્યના વિરાર પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.- ૧૨૨૨૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૩) નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની બ્લેક કલરની એક્ષેસ-૧૨૫ મોપેડની ચોરી બાબતે મહારાષ્ટ્ર રાજ્યના વસઇ વિરાર જીલ્લાના વાલીવ પો.સ્ટે. ખાતે ગુર.નં- ૧૩૬૨/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૪) નંબર પ્લેટ વગરની TVS કંપનીની બ્લ્યુ કલરની જ્યુપીટર ZX મોપેડની ચોરી બાબતે મહારષ્ટ્ર રાજ્યના વસઇ વિરાર જીલ્લાના આચોલે પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.- ૦૦૨૧/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૫) નંબર પ્લેટ વગરની હોન્ડા કંપનીની બ્લ્યુ કલરની એક્ટીવા 6G મોપેડની ચોરી બાબતે મહારાષ્ટ્ર રાજ્યાના વિરાર પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.- ૦૦૭૮/૨૦૨૩, ઇ.પી કો. કલમ ૩૭૯ મુજબ (૬) નંબર પ્લેટ વગરની હોન્ડા કંપનીની કાળા તથા સીલ્વર કલરની એક્ટીવા 5G મોપેડની ચોરી બાબતે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર કાસા પો.સ્ટે ખાતે ગુ.ર.નં.- ૦૦૦૧/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.
ગુન્હો કરવાનો એમ.ઓ.
મહારાષ્ટ્ર રાજ્યના નાલા સોપારા વિગેરે વિસ્તારોમાંથી મોટર સાયકલ ચોરી લાવી ગુજરાત રાજ્યમાં વેચાણ કરવાનો ગુનાહીત ઇતિહાસ
કામગીરી કરનાર ટીમ :-
શ્રી,આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી તથા પો.સ.ઇ. શ્રી,પી.એમ.હઠીલા, (૧) હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ (૨) હે.કો. જગદીશ જોરારામ, સહિત (૩) હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, (૪) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, (૫) પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, (૬) પો.કો. અજયભાઇ મનસુખભાઇ, તમામ નોકરી- એલ.સી.બી., જી.તાપી તથા (૭) હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, (૮) પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અને (૯) પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, નોકરી- પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીએ કામગીરી કરેલ છે.