કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ : ચાંપાવાડી ગામે કૃષિ વિમાન દ્વારા નેનો યુરિયા સ્પ્રેનો છંટકાવ
Contact News Publisher
(પ્રતિનિધિ, વ્યારા) : ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. તાપી જિલ્લામાં નેનો યુરિયાનો છંટકાવ કૃષિ વિમાન દ્વારા સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. જેને ખેડૂતો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. આજ રોજ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે કૃષિ વિમાન દ્વારા નેનો યુરિયા સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે, કૃષિ વિમાન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા પ્રતિ એકર 500 રૂપિયા યુરિયાના છંટકાવ માટે સહાય આપવામાં આવે છે.
૦૦૦૦૦૦