તાપી જિલ્લાના અંડર-૧૪ વયજુથના ખેલાડી માટે હાઇટ હંટ કાર્યક્રમ યોજાશે
માહિતી બ્યુરો તાપી તા.૦૨: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર-૧૪ વયજુથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તાપી દ્વારા આગામી તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ વુમન્સ હોસ્ટેલ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ,વ્યારા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે તાપી જિલ્લાના અંડર-૧૪ વયજુથના ખેલાડી માટે હાઇટ હંટ કાર્યક્રમ યોજાશે.
જેમાં ૧૧ વર્ષેની ઉંમરના ભાઈઓ માટે ૧૬૦+ અને બહેનો માટે ૧૫૫+ઉંચાઇ (સે.મી.),૧૨ વર્ષના ભાઈઓ માટે ૧૬૮+અને બહેનો માટે ૧૬૩ ઉંચાઇ (સે.મી.),૧૩ વર્ષેની ઉંમરના ભાઈઓ માટે ૧૭૩ સે. મી અને ૧૬૬+ઉંચાઈ સે. મી. જયારે ૧૪ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ૧૭૯ સે. મી. અને બહેનો માટે ૧૭૧સે. મી. ઉંચાઈની હાઇટ હંટ કાર્યક્રમ યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ આગામી તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ વુમન્સ હોસ્ટેલ, આર્ટસ & કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ, વ્યારા, જિ. તાપી. ખાતે જન્મ તારીખ અને રહેઠાણના પૂરાવા સાથે અને ખેલાડીઓએ સ્વખર્ચે આવી સમયસર ઉપસ્થિત રહેવા તથા આ યોજનાની વધુ જાણકારી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપીની કચેરી, મનીષા વસાવા – ૮૭૫૮૦૪૯૩૨૯, પ્રણવ પટેલ – ૯૮૯૮૮૪૪૭૦૩ નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી (વ્યારા)ની અખાબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦