મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે આજે જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાશે બીજા તબક્કાની ખાસ ઝુંબેશ : નાગરિકોને મહતમ લાભ લેવા જાહેર અનુરોધ

Contact News Publisher

તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી જરૂરી સુધારા વધારાના હક્ક- દાવાઓ રજુ કરી શકાશે

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : ભારતના ચુંટણીપંચની સુચના મુજબ અને માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા તા. ૧/૧/૨૦૨૦ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાત સંદર્ભે ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકના નામ મતદારયાદીમાં નામ નોંધણી માટે તેમજ મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા માટે નર્મદા જિલ્લામાં તા. ૧૬ મી ડિસેમ્બર, ૨૦૧૯ થી તા. ૧૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી હાથ ધરાયેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે તા. ૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે ખાસ ઝૂંબેશની કામગીરી હાથ ધરાશે.

તદ્દઅનુસાર તા.૫/૦૧/૨૦૨૦ ને રવિવારના દિવસે નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકોમાં બુથ લેવલે BLO ની હાજરીમાં સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી હાથ ધરાનારી ખાસ ઝૂંબેશની આ કામગીરીમાં અન્વયે મતદાર યાદીમાં નવાં નામો દાખલ કરવાં, નામ કમી કરવા તેમજ નામ-સરનામા ફોટો સુધારવા વગેરે જેવી વિગતોમાં જરૂરી સુધારા વધારા માટેના હક્ક દાવાઓ નિયત નમુનામાં સ્વીકારવામાં આવશે. જેથી નર્મદા જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની હાથ ધરાયેલી ઉક્ત ઝૂંબેશ-કામગીરીનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચુંટણીપંચની વેબસાઇટ તેમજ મોબાઇલ એપ્લીકેશન” ટ્રોલ ફ્રી વોટર હેલ્પ લાઇન નંબર-૧૯૫૦ પરથી મતદાર યાદીની ચકાસણી કરી શકાશે અને કોઇપણ પ્રકારની માહિતી માટે માર્ગદર્શન મળી રહેશે જેની નોંધ લેવા પણ જણાવાયું છે.

About The Author

1 thought on “મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે આજે જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાશે બીજા તબક્કાની ખાસ ઝુંબેશ : નાગરિકોને મહતમ લાભ લેવા જાહેર અનુરોધ

  1. Long time supporter, and thought I’d drop a comment.

    Your wordpress site is very sleek – hope you don’t mind me asking
    what theme you’re using? (and don’t mind if I steal it?
    :P)

    I just launched my site –also built in wordpress like yours– but the theme slows (!) the site down quite a bit.

    In case you have a minute, you can find it by searching for “royal cbd” on Google (would
    appreciate any feedback) – it’s still in the
    works.

    Keep up the good work– and hope you all take care of yourself during the coronavirus scare!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *