શિક્ષણ અને સંસ્કારની ઇમારત માત્ર ઇંટથી નહીં ઇરાદાથી બનતી હોય છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

HHMC એજ્યુ કેમ્પસમાં શિક્ષણ અને સંસ્કાર અંગેનો “પ્રયાસ” જ્ઞાન અને ઉત્કૃષ્ટતા તરફની યાત્રા કાર્યક્રમ યોજાયો. દેશ વિદેશથી આવેલાં NRI જોડાયા

ટૂંક સમયમાં યુ.કે.નું પ્રથમ ડેલિગેશન અહી રોકાયને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પુરુ પાડવના હેતુ સાથે બાળકો અને શિક્ષકોને તાલીમ આપશે.

(પ્રતિનિધિ દ્વારા, સુરત) :  તા.૨૮ ભરૂચ જિલ્લાનાં પાલેજ પાસે, માંકણ ખાતે આવેલ કેમ્પસમાં ખાસ યુ.કે, અમેરીકા, આફ્રિકા તેમજ અન્ય જગ્યાએથી પધારેલાં એનઆરઆઈ સહિત આસપાસનાં વિસ્તારનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિસ્તૃત રીતે વિવિધ શૈક્ષણિક કોન્સેપ્ટ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેથી CBSE ની આધુનિક શિક્ષણની બદલાયેલી ઢબ સમજી શકાય. આ ઉપરાંત આગામી શૈક્ષણિક આયોજન વિશે માહિતી આપાઇ હતી. ટૂંક સમયમાં યુ.કેનું પ્રથમ ડેલિગેશન અહી રોકાયને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પુરુ પાડવના હેતુ સાથે બાળકો અને શિક્ષકોને તાલીમ આપશે. આ કાર્યક્રમનું આયોજન મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર આવે એ ઉપર ભાર મૂક્યો હતો. બાળકોને શિક્ષણ તેમજ સંસ્કારો મળે એ માટે મા-બાપ તેમજ શિક્ષક બંનેની અગત્યની ભૂમિકા હોય છે એમ જણાવી શિક્ષણ અને કેળવણી માટે સૌને સહયારો પ્રયાસ કરવાની હાકલ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઇમારત કે ઇદારા માત્ર ઇંટથી નહીં, નેક ઇરાદાથી બનતાં હોય છે. બિલ્ડીંગ બનાવવી સરળ છે પરંતું તેમાં કેળવણી, શિસ્ત અને ઘડતરનો આશય હોય એ જરૂર સફળતાને પામે છે. કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કે પધ્ધતિને સુધારતા ચોક્કસ સમય લાગે છે. આજ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ સુધારણાની પ્રક્રિયામાં એક દિવસ કે કોઇ ટૂંકા સમયમાં ચમત્કારની અપેક્ષા અયોગ્ય કહેવાશે. આ બદલાવની મંદ પ્રક્રિયાનાં આયોજનને સમજી સહભાગી થવું જરૂરી છે. સ્ટાફનાં સભ્યોથી લઇ વાલીઓ સુધી સમજણ અને સમર્પણ ભાવ આવશ્યક છે, જેથી સારા પરિણામને માણી શકાય અને બાળકોનું ભવિષ્ય ઉજજવળ કરી શકાય.
આ પ્રસંગે વિવિધ વર્ગોનાં વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમ રજૂ કર્યા હતાં. જે તૈયારી બદલ શિક્ષકો સહિત સમગ્ર સંકુલ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેમ્પસનાં કાર્યમાં સહભાગી થનાર સૌ મહેમાનો, દાતાઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો. શિક્ષણ અને સંસ્કાર માટેનાં પ્રયાસરૂપી આ કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડો. ગ્લોરીયા બોર્ડે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એજ્યુકેશન અંગેની વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other